રોષે ભરાયેલી પાકિસ્તાની મહિલાને શાંતિથી જવાબ આપ્યો પ્રિયંકા ચોપડા જોનસે
પ્રિયંકા ચોપડા
લૉસ ઍન્જલસમાં એક ઇવેન્ટમાં એક પાકિસ્તાની મહિલા પ્રિયંકા ચોપડા જોનસ પર ખાસ્સી ભડકી ઊઠી હતી. જોકે પ્રિયંકાએ સ્થિતિ સંભાળી લેતાં શાંતિથી જવાબ આપ્યો હતો. મામલાને વિગતવાર જાણીએ તો ભારતીય સેનાની પ્રશંસા કરતાં માર્ચમાં ટ્વિટર પર પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘જય હિન્દ. લૉન્ગ લિવ ઇન્ડિયા.’
આ ટ્વીટને લઈને એ મહિલાએ કહ્યું હતું કે ‘તું યુનાઇટેડ નેશન્સની શાંતિના પ્રતીક સમાન ગુડવિલ ઍમ્બૅસૅડર છે. જોકે તું પાકિસ્તાનમાં ન્યુક્લિયર વૉરને પ્રોત્સાહન આપી રહી છે. એક પાકિસ્તાની તરીકે મારા જેવા લાખો લોકો તારા બિઝનેસને સપોર્ટ કરે છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : કાર્તિક આર્યન ઘણો ફની છે : અનન્યા પાન્ડે
એ મહિલાને જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા પાકિસ્તાનમાં કેટલાય ફ્રેન્ડ્સ છે અને હું એક ભારતીય છું. લડાઈની તરફદારી તો હું પણ નથી કરતી, પરંતુ હું એક દેશભક્ત છું. એથી જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. મારું માનવું છે કે આપણા સૌના માટે એક જ જમીન ચાલવા માટે છે, જે રીતે તું મારી પાસે આવી. હું એટલું કહેવા માગું છું કે તું બૂમ ન પાડ, આપણે બધા અહીં પ્રેમ માટે આવ્યા છીએ.’