શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?
ફરહાન અખ્તર અને શાહરુખ ખાન
શાહરુખ ખાન અને ફરહાન અખ્તર એકબીજાની સામે કેવી રીતે આવે એ વિશે વિચારી રહ્યા છે. પહેલાં એવી ચર્ચા હતી કે શાહરુખે ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્માની બાયોપિકને એટલા માટે ના પાડી કેમ કે તે ફરહાનની ‘ડૉન ૩’માં કામ કરવાનો હતો. શાહરુખે આ બાયોપિક છોડ્યા બાદ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર હવે નવા કલાકારની શોધમાં છે. શાહરુખે ફિલ્મ છોડતાં તે ‘ડૉન ૩’માં કામ કરશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ સમાચારને લઈને ફરહાન પોતે પણ હવે અવઢવમાં મુકાયો છે કે તે શાહરુખ સાથે કઈ રીતે વાતચીત શરૂ કરે.
આ પણ વાંચોઃ ડૉન 3નું શૂટિંગ શરૂ થશે મલેશિયામાં?
ADVERTISEMENT
તેઓ જૂના ફ્રેન્ડ્સ છે અને તેમના માટે ખૂબ જ ગંભીર સ્થિતિ નર્મિાણ થઈ છે. ફરહાનનો અત્યારે ‘ડૉન ૩’ બનાવવાનો કોઈ ઇરાદો નથી. તેમ જ તે ફિલ્મની ãસ્ક્રપ્ટ તૈયાર કરે અને એ શાહરુખને પસંદ આવે એ પણ જરૂરી નથી.