જયલલિતાની બાયોપિક માટે વિદ્યા નહીં, કંગનાને જ અપ્રોચ કરાઇ છે
કંગના અને વિદ્યા
જયલલિતાની બાયોપિકના પ્રોડ્યુસર શૈલેશ સિંહે જણાવ્યું હતું કે કંગના રનોટને જ આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે. વિદ્યા બાલન કદી પણ આ ફિલ્મ માટે પસંદ નથી રહી. જયલલિતા તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતાં. તેમની બાયોપિકને લઈને ચર્ચા ચાલી રહી હતી કે વિદ્યા બાલન તેમનું પાત્ર ભજવશે. આ ફિલ્મ તામિલ અને હિન્દી ભાષામાં બનવાની છે. આ વિશે વધુ જણાવતાં શૈલેશ સિંહે કહ્યું હતું કે ‘એક પ્રોડ્યુસર તરીકે મેં કદી પણ તેને અપ્રોચ નથી કરી. આ વાત હું ઑન રેકૉર્ડ પણ કહી શકું છું. હું જાણું છું કે ઘણા સમયથી ન્યુઝ વહેતા થયા હતા કે વિદ્યા આ બાયોપિકમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો : રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ! શું જલ્દી જ કરશે લગ્ન?
ADVERTISEMENT
જોકે જ્યારે અમારા રાઇટર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદે મને સ્ટોરી સંભળાવી તો મને લાગ્યું કે કંગના રનોટ જ આ રોલ માટે યોગ્ય છે. એથી એક પ્રોડ્યુસર તરીકે મેં અને રાઇટર તરીકે વિજયેન્દ્રએ અન્ય કોઈને અપ્રોચ નથી કર્યા. જો અમારી પહેલાં અન્ય કોઈએ કોઈ બીજી ઍક્ટ્રેસને અપ્રોચ કરી હોય તો એની જાણકારી નથી. ફિલ્મના નવા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાઇટરની ટીમે સાથે મળીને નક્કી કર્યું છે કે કંગના જયલલિતાનું પાત્ર ભજવશે.’