હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવીનાં પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે વિદ્યા
વિદ્યા બાલન
વિદ્યા બાલન તેની આગામી ફિલ્મમાં ‘હ્યુમન કમ્પ્યુટર’ શકુંતલા દેવીનું પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મૅથેમૅટિક્સ જીનિયસ શકુંતલા દેવીને તેમની ઝડપથી ગણતરી કરી શકવાની સ્કિલને કારણે ‘હ્યુમન કમ્પ્યુટર’ નામ આપવામાં આવ્યું હતું. ‘લંડન, પૅરિસ, ન્યુ યૉર્ક’ અને વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’નો ડિરેક્ટર અનુ મેનન આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘મોટી સ્ક્રીન પર ‘હ્યુમન કમ્પ્યુટર’ શકુંતલા દેવીનું પાત્ર ભજવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેઓ તેમના વ્યક્તિત્વને ખૂબ જ પસંદ કરતાં હતાં. તેઓ ફેમિનિઝમને લઈને હંમેશાં તેમનો અવાજ ઉઠાવતાં અને તેમણે જે સફળતા મેળવી છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી બાબતોનો વિરોધ પણ કર્યો છે.
આ પણ વાંચો : Brahmastra:કેમ આલિયા ભટ્ટે રણબીર કપૂરનો વીડિયો બનાવ્યો ?
ADVERTISEMENT
જોકે મને તેમની સૌથી વધુ વાત એ ગમે છે કે તેઓ મૅથ્સ સાથે જોડાયાં હોવા છતાં ખૂબ જ ફની હતાં. મને ખુશી છે કે વિક્રમ, જેની સાથે મેં ‘કહાની’માં કામ કર્યું હતું, તે તેની ટીમ સાથે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આપણા દેશની સૌથી પ્રેરણાદાયી મહિલાઓમાંની એક વ્યક્તિની સ્ટોરીને પડદા પર સાકાર કરવાની મને, અનુ મેનન અને વિક્રમને ખુશી છે.’