સ્ટ્રીટ ડાન્સર 3Dના સેટ પર રડી પડ્યો વરુણ ધવન
વરુણ ધવન (ફાઇલ ફોટો)
વરુણ ધવન હાલમાં જ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના સેટ પર ઇમોશનલ થઈ ગયો હતો. તે એક સૅડ સૉન્ગનું શૂટિંગ કરી રહ્યો હતો અને એ દરમ્યાન તે રડી પડ્યો હતો. વરુણે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક વિડિયો અપલોડ કર્યો છે, જેમાં એક ક્રૂ-મેમ્બર તેને પૂછી રહ્યો છે કે વરુણ, તું રડ્યો હતો? આ સવાલનો જવાબ આપતાં વરુણે કહ્યું હતું કે ‘હું ઇમોશનલ થઈ ગયો હતો, કારણ કે મેં એક સૅડ સૉન્ગ પર પર્ફોર્મ કર્યું હતું. જોકે હવે હું સારો છું.’
ઉલ્લેખનીય છે કે છેલ્લે વરુણ ધવન બ્લૉકબસ્ટર ફિલ્મ કલંકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ કરણ જોહરની મોસ્ટ એમ્બિશિયસ ફિલ્મ હતી અને ફિલ્મમાં વરુણ ધવન સાથે આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા આમ મલ્ટિ સ્ટારર ફિલ્મમાં છેલ્લે વરુણ ધવન જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : દીકરીઓની ફૅશન-સેન્સને જોઈને ખૂબ જ ગર્વ થાય છે અનિલ કપૂરને