બોક્સ ઑફિસ પર ઉરીની તોફાની કમાણી, 100 કરોડની ક્લબમાં થઈ સામેલ
બૉક્સ ઑફિસ પર ઉરીએ મચાવી ધમાલ
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ઉરી- સર્જિકલ સ્ટ્રાઈક પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રવિવારના કલેક્શન સાથે ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.
બ્લૉક બસ્ટર ફિલ્મ બનવા તરફ આગળ વધી રહેલી આદિત્ય ધરની ફિલ્મ ઉરીએ પોતાની રેલીના નવમાં દિવસે એટલે કે બીજા શનિવારે 13 કરોડ 24 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી શનિવાર સુધીમાં 91 કરોડ 84 લાખ થઈ ગઈ છે. જેમાં રવિવારની કમાણી ઉમેરતા આંકડો 100 કરોડ પર પહોંચ્યો છે. ફિલ્મને 8 કરોડ 20 લાખ રૂપિયાની ઓપનિંગ મળી હતી.
ફિલ્મે બીજા દિવસે શુક્રવારે 7 કરોડ 66 લાખ રૂપિયાની કમાણી કરી હતી. અને હવે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પાંચ દિવસમાં ઉરીએ 50 કરોડની કમાણી કરી હતી જ્યારે 8 દિવસમાં 75 કરોડ અને હવે તે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.
ફિલ્મ ઉરીમાં વિક્કી કૌશલ અને યામી ગૌતમ લીડ રોલમાં છે. સાથે જ પરેશ રાવલ, કીર્તિ કુલ્હરી અને મોહિત રૈના મહત્વની ભૂમિકામાં છે. એક સાચી કહાની અને દેશ પ્રેમની ભાવના દર્શકોને આકર્ષિત કરી રહી છે. ઉરી ફિલ્મની કહાની ત્યારની છે જ્યારે 18 સપ્ટેમ્બર 2016ના દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મૂ અને કશ્મીરમાં ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના મિલિટ્રિ બેઝ પર અચાનક હુમલો કરી દીધો હતો જેમાં 19 જવાનો શહીદ થયા હતા.
આ પણ વાંચોઃ ઠાકરે દ્વારા બાળાસાહેબની ઇમેજ સુધારવામાં આવે એવો કોઈ સ્કોપ નથી : નવાઝુદ્દીન
ADVERTISEMENT
પાકિસ્તાનના આ હુમલાનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈલ કરી અને આતંકીઓના અનેક ઠેકાણાઓને બરબાદ કરી દીધા હતા. ઉરીમાં આ જ બતાવવામાં આવ્યું છે. 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ મોટા ભાગે સર્બિયામાં શૂટ કરવામાં આવી છે.