જન્મદિવસે ખતમ થયો આ અભિનેતાનો આખો પરિવાર, જાણો કોણ છે આ
કમલ સદાના
અભિનેતા કમલ સદાના એક એવો અભિનેતા જેના જીવનનો સૌથી દુઃખદ દિવસ તેનો જન્મદિવસ જ સાબિત થયો. અભિનેતા 'રંગ'ના ગીત 'તુજે ના દેખું તો ચેન' થકી ખૂબ જ જાણીતો થયો હતો. આ સુંદર ગીતમાં તે દિવ્યા ભારતી સાથે જોવા મળ્યો હતો.
20મા જન્મદિવસે ખતમ થયો પરિવાર
21 ઑક્ટોબર 1970ના જન્મેલા આ અભિનેતાનું જીવન તેમના 20મા જન્મદિવસે વિખેરાઇ ગયું. આ દિવસે તેના જીવનમાં એક એવી ઘટના બની હતી, જેમાં તેમનો પરિવાર ખતમ થઈ ગયો. કમલ દાનાના માતા-પિતાની વચ્ચે ઘણીવાર ઝગડા થતાં હતા. કમલના 20મા જન્મદિવેસ પણ એવું જ હતું, પણ તે સમયે પરિસ્થિતિ નિયંત્રણથી બહાર હતી.
ADVERTISEMENT
કમલના 20મા જન્મદિવસે તેના પિતા બૃજ સદાનાએ તેની મા અને બહેનને ગોળી મારી દીધી હતી. બૃજ સદાનાએ પોતાની પોતાની લાઇસન્સ ગનથી પહેલા પોતાની પત્ની અને પછી દીકરીને ગોળી મારી દીધી હતી. બન્નેની ઘટનાસ્થળે જ મોત થઈ હતી. આ પછી બૃજ સદાનાએ પોતાને પણ શૂટ કરી દીધું હતું.
આ બધું કમલની સામે થયું હતું. આ ઘટનાને કારણે તેના મગજ પર ઊંડી અસર થઈ હતી. ત્યાર બાદ કમલની કાઉન્સેલિંગ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે કમલને આજ સુધી ખબર નથી કે પિતાએ ગોળી કેમ ચલાવી હતી.
ફિલ્મો બાદ ટેલીવિઝન પર કરી એન્ટ્રી
કમલ સદાનાની પહેલી ફિલ્મ હતી 'બેખુદી'. ફિલ્મ બૉક્સ ઑફિસમાં કંઇ ખાસ કમાલ કર્યું નથી. પણ બીજી ફિલ્મ 'રંગ'માં લોકોએ તેને ખૂબ જ પસંદ કરી. પછી આ એક્ટર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો, પણ 'રંગ' જેવી સફળતા તેમને ફરી ક્યારેય નહોતી મળી.
કમલ સદાની ફિલ્મોથી દૂર થઈ ગયો અને ટેલીવિઝન તરફ વળ્યો. ધારાવાહિક 'કસમ'માં કામ કર્યું. તેમણે પછી નિર્દેશનમાં હાથ અજમાવ્યો. તેમણે વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'કર્કશ'નું નિર્દેશન કર્યું. આ સિવાય વર્ષ 2014માં ફિલ્મ 'રોર' બનાવી, પણ તે ફિલ્મ પણ ન ચાલી.