TMKOC: જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા કલાકાર, થઈ રહ્યા છે આવા સવાલ
અંજલી ભાભી અને બબીતાજી
ટીવી જગતનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) કલાકારોની કૉમેડીના લીધે ઘણો પસંદ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે સામાન્ય લોકો સીરિયલના પાત્રો સાથે પોતાને જોડે છે. આ શૉ એટલો હિટ છે કે સોશિયલ મીડિયા પર પણ એની ઘણી ચર્ચાઓ થતી રહે છે, જેમાં સીરિયલ પાત્રોની પર્સનલ લાઇફથી માંડીને ટીવી શૉઝ સુધીની ઘણી વસ્તુઓ શૅર કરવામાં આવે છે. આ દિવસોમાં શૉ કોઈ અન્ય કારણોસર નહીં પરંતુ કલાકારોના કપડાને કારણે સમાચારોમાં છે.
હાં તમને સાંભળીને જરૂર આશ્ચર્ય થયું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ સાચું છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા ફૅન પેજ શૉના કલાકારોના કપડા વિશે વાતચીત કરી રહ્યા છે. એમણે એવી ઘણી તસવીરો શૅર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે બે પાત્રો એક જ જેવા કપડા પહેરેલા નજર આવી રહ્યા છે અને જુદા-જુદા સમય પર કલાકારે એક જેવા જ કપડા પહેર્યા હતા.
ADVERTISEMENT
View this post on InstagramBudget prblm in tmkoc???? . #tmkoc3000 #tmkoc_fans7 #tmkoccomedy #foryou #foryoupage
આ ફોટામાં જોવા મળી રહ્યું છે કે બબીતાજી (Babitaji)અને અંજલી ભાભી (Anjali Bhabhi) એક જ કપડામાં નજર આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે તે માત્ર એક જ વાર બન્યું નથી, પરંતુ એક કરતા વધારે વાર નેહા મહેતા (Neha Mehta) એટલે કે અંજલી ભાભી અને મુનમુન દત્તા (Munmun Dutta)એટલે કે બબીતાજી સેમ ટૂ સેમ કપડા પહેરીને શૉમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે નેહા મહેતાએ શૉને અલવિદા કહીં દીધું છે. જોકે, તેના પાત્રને પહેલા તો ખૂબ પસંદ આવ્યું હતું.
આ પણ વાંચો : ગુડ ન્યૂઝ: ફરીથી 'તારક મહેતા' શૉમાં ગૂંજશે ગરબા ક્વીન 'દયા બેન'ની હસી
ફૅન પેજ દ્વારા બે કોલાજ શૅર કરવામાં આવ્યા છે, જેમાં અંજલી ભાભી અને બબીતા જી કોલાજમાં એક જ બ્લેક ટોપ પહેરેલા દેખાઈ રહ્યા છે, જ્યારે એક ફોટોમાં બન્નેએ રેડ કલરનો એક જેવો જ ટૉપ પહેરી રાખ્યો છે. આ ફોટો શૅર કર્યા પછી પૂછવામાં આવી રહ્યું છે કે શૉનું બજેટ નીચે આવી ગયું છે, જેના કારણે કાસ્ટ એક બીજાના કપડા પહેરી રહ્યા છે. જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે શૂટિંગ બંધ હતી, પરંતુ હવે ફરીથી શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ શૉની ટીઆરપી સતત વધી રહી છે અને ટૉપ 5 સ્થાને પહોંચી છે.
આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. ગયા ગુરૂવારે જ તારક મહેતાની ટીમે 3000 એપિસોડ પૂર્ણ થવા પર પાર્ટીનું આયોજન કર્યું હતું અને એવી કામના કરી હતી કે આવી જ રીતે શૉ 5000 એપિસોડ પણ પાર કરી લે.