શાહરુખની મમ્મીનું પાત્ર સ્વરા ભાસ્કરે ઠુકરાવ્યું
શાહરુખની આનંદ એલ. રાય સાથેની ફિલ્મ માટે સ્વરાને તેની મમ્મીનું પાત્ર ભજવવાની ઑફર કરવામાં આવી હતી, જે તેણે ઠુકરાવી હતી. સ્વરા અને આનંદ એલ. રાયે ૨૦૧૩માં આવેલી ‘રાંઝણા’માં સાથે કામ કર્યું હતું. સ્વરાને જ્યારે ખબર પડી કે તેઓ શાહરુખ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે તેને એ ફિલ્મમાં પસંદ કરવામાં આવે એવી તેણે આનંદ એલ. રાયને વિનંતી કરી હતી. સ્વરા શાહરુખની ખૂબ જ મોટી ફૅન છે. તેથી તેણે આનંદ એલ. રાયને કહી દીધું હતું કે તે શાહરુખની બહેન અથવા તો દીકરીનું પાત્ર નહીં ભજવે, કારણ કે તેને તેની સાથે રોમૅન્સ કરવો છે. તેથી આનંદ એલ. રાય પાસે શાહરુખની મમ્મીનું જ પાત્ર બચ્યું હતું અને તેમણે એ સ્વરાને ઑફર કર્યું હતું. જોકે સ્વરાને આ પાત્ર ઑફર કરવામાં આવતાં તે એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે એ ઠુકરાવી દીધું હતું.