સુદામા-પત્ની સુશીલા બનશે ગુજરાતી શ્રુતિ ગોલપ
શ્રુતિ ગોલપ
એન્ડ ટીવી પર આવતી ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’માં સુદામાના કૅરૅક્ટર માટે દયાશંકર પાન્ડેને ફાઇનલ કરવામાં આવ્યા પછી સુદામાને બળજબરીથી કૃષ્ણ પાસે મોકલનારી તેની પત્ની સુશીલાના કૅરૅક્ટર માટે ગુજરાતી થિયેટર-આર્ટિસ્ટ શ્રુતિ ગોલપને ફાઇનલ કરવામાં આવી છે. શ્રુતિ વડોદરાની છે અને છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈ સેટલ થઈ છે.
શ્રુતિએ કરીઅરની શરૂઆત ગુજરાતી નાટકો અને ગુજરાતી સિરિયલથી કરી, પણ એ પછી તેણે અનેક હિન્દી સિરીઝ પણ કરી. શ્રુતિ ગુજરાતી હોવાનો પણ તેને આ રોલ માટે ઍડ્વાન્ટેજ મળ્યો હોય એવું કહી શકાય. અગાઉ કહ્યું હતું એમ દયાશંકર પાન્ડે પણ ગુજરાતી બહુ સારી રીતે સમજી શકે છે, બોલી શકે છે. જે ઘણા પૈકીનું એક કારણ છે કે સુદામાના કૅરૅક્ટર માટે તેની પસંદગી કરવામાં આવી.
ADVERTISEMENT
આ પણ વાંચો : શાકા લાકા બૂમ બૂમનો સંજુ હૉરર-થ્રિલર શો લાલ ઇશ્કમાં
સુશીલા પતિની માનસિકતા ક્યારેય સમજી શકી નહોતી. તે સતત સુદામાને મહેણાં-ટોણાં મારવાનું જ કામ કરતી. કૃષ્ણ પાસે મદદ માગવા માટે પણ તેણે જ સુદામાને મોકલ્યા હતા અને સુદામા ગયા પણ ખરા, પરંતુ કૃષ્ણ સામે આર્થિક મદદ માગવાની તેમની હિંમત ચાલી નહોતી.