પ્રભાસનાં વખાણ કરતાં થાકતી નથી શ્રદ્ધા કપૂર
પ્રભાસ અને શ્રદ્ધા
શ્રદ્ધા કપૂર તેના ‘સાહો’ના કો-સ્ટાર પ્રભાસનાં વખાણ કરતાં થાકતી નથી. આ ફિલ્મમાં જૅકી શ્રોફ અને નીલ નીતિન મુકેશ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૩૦ ઑગસ્ટે રિલીઝ થવાની છે. પ્રભાસની પ્રશંસા કરતાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘પ્રભાસ એક મોટો સુપરસ્ટાર છે. સાથે જ તે દિલની પણ સારી વ્યક્તિ છે. હું અને મારી ટીમ તેનો ખૂબ આદર કરીએ છીએ. ફિલ્મ સાથેના અનુભવોને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. ખરું કહું તો પૂરી ટીમે ઘરના એક સદસ્ય તરીકે મારું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો : જયલલિતાની બાયોપિક માટે વિદ્યા નહીં, કંગનાને જ અપ્રોચ કરાઇ છે
ADVERTISEMENT
આ ફિલ્મને અમે બે વર્ષમાં શૂટ કરી હતી. આ બે વર્ષમાં હૈદરાબાદ મારું બીજું ઘર બની ગયું છે. હું સેટ પર જવા માટે દરરોજ આતુર રહેતી હતી. હું ત્યાં વારંવાર જવા માગું છું, કારણ કે અહીંથી મને ખૂબ પ્રેમ મળ્યો છે. એ લોકોનું વર્તન મારી સાથે ખૂબ સારું હતું. મને ત્યાં ઘર જેવું જ લાગતું હતું.’