મહિલાઓએ પોતાની ક્ષમતા અન્યો સામે સાબિત કરવાની જરૂર નથી : શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા હાલમાં સોની પર આવતા ‘સુપર ડાન્સર ચૅપ્ટર-3’માં જજની ખુરસી સંભાળી રહી છે. શોમાં રિપબ્લિક ડે મનાવવામાં આવશે. આ શોના એક ઍક્ટમાં મહિલાઓને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કેવી રીતે તેમને પુરુષો કરતાં નબળી અને દરેક ક્ષેત્રે ઓછી આંકવામાં આવે છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓની પ્રશંસા કરતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘આપણે મહિલાઓએ કોઈની પણ સામે આપણી ક્ષમતાઓ પુરવાર કરવાની જરૂર નથી. ભગવાને આપણને નારી બનાવીને એ પાવર આપ્યો છે કે આપણે નવા જીવને પણ આ દુનિયામાં લાવવાની ક્ષમતા ધરાવીએ છીએ.
આ પણ વાંચો : દરેકને સમાન નજરથી જુએ છે મેઘના ગુલઝાર
ADVERTISEMENT
ભગવાને આપણી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આપણે સ્ટ્રૉન્ગ છીએ. બીજા પર આધાર રાખ્યા વગર આપણે હંમેશાં એ જ કરવુ જોઈએ જે આપણને ગમતું હોય.’