સાન્યા મલ્હોત્રાને બનવું છે બૅન્કેબલ ઍક્ટર
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાને હવે બૅન્કેબલ ઍક્ટર બનવું છે. આમિર ખાન સાથે ‘દંગલ’માં ઍક્ટિંગની શરૂઆત કરના સાન્યાઅે બૉલીવુડમાં સફળતા અને નિષ્ફળતા બન્નેનો સ્વાદ લીધો છે. ‘દંગલ’ બાદ તેની ‘પટાખા’ નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ તેની ‘બધાઈ હો’ હિટ રહી હતી અને ‘ફોટોગ્રાફ’ નિષ્ફળ રહી છે. તેની કરીઅરમાં ઉતાર-ચડાવ વિશે પૂછતાં સાન્યાએ કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધી જે પણ ફિલ્મો કરી છે એ તમામ પર મને ગર્વ છે. મને ઍક્ટિંગ વિશે ઘણું નવું શીખવા મળ્યું છે. મને સારી-સારી વ્યક્તિ સાથે કામ કરવા પણ મળ્યું છે. બૉક્સ-ઑફિસનું કલેક્શન મારા હાથમાં નથી, પરંતુ આ દરેક ફિલ્મની મને ખુશી છે અને એના પર મને ગર્વ પણ છે. દર્શકો હવે આ ફિલ્મોને ઑનલાઇન જોઈ શકતા હોવાથી આ ફિલ્મો ક્યારેય પણ અદૃશ્ય નહીં થાય. ‘પટાખા’ બૉક્સ-ઑફિસ પર કમાલ નહોતી દેખાડી શકી, પરંતુ ઍમેઝૉન પર એ ખૂબ જ સફળ રહી છે. ઘણા લોકોએ એ જોઈ છે અને મને કહ્યું પણ છે કે તેમને ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. મારા માટે આ ખૂબ જ મહત્ત્વનું છે. જોકે ભવિષ્યમાં હું મારી ફિલ્મોની પસંદગીને લઈને ખૂબ જ સજાગ રહીશ. મારે હવે બૅન્કેબલ ઍક્ટર બનવું છે.’
છેલ્લે બ્લૉકબસ્ટર ફિલ્મ 'ફોટોગ્રાફ'માં જોવા મળેલી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં એક અંતર્મુખી કૉલેજ ગર્લનું પાત્ર ભજવતી જોવા મળી જે પોતાની સ્ટડીમાં અવ્વલ આવે છે.છે અને આ ફિલ્મ 8 માર્ચ 2019ના દિવસે ભારતમાં રિલીઝ થઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : જૂનો ફોટો શૅર કરીને તબુની મજાક ઉડાવી અજય દેવગને