કૅન્સરને મહાત આપનાર સંજય દત્તના સ્વસ્થ જીવનની કામના કરી તેના કમલીએ
સંજય દત્ત, પરેશ ઘેલાણી
સંજય દત્તે તાજેતરમાં જ કૅન્સર પર જીત મેળવી લીધી છે એવી માહિતી આપી હતી. એથી તેના ખાસ ફ્રેન્ડ પરેશ ઘેલાણીએ તેની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેને આજીવન હેલ્ધી લાઇફ મળે. સંજય દત્તના જીવન પર બનેલી ‘સંજુ’માં પરેશ ઘેલાણીનું પાત્ર કમલીના નામે ફેમસ થયું હતું. એ ભૂમિકા વિકી કૌશલે ભજવી હતી. સંજય દત્તને થોડા સમય પહેલાં જ કૅન્સર થયું હોવાનું ડિટેક્ટ થયું હતું. તે કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. કૅન્સરને પૂરી રીતે માત આપવાની માહિતી સંજય દત્તે ટ્વિટર પર આપી હતી. એથી ખુશી વ્યક્ત કરતાં ટ્વિટર પર પરેશ ઘેલાણીએ ટ્વીટ કર્યું હતું કે ‘નસીબની વાત છે. આજીવન તને સ્વસ્થ જીવન મળે એવી પ્રાર્થના કરું છું.’