સલમાન ખાન લૉન્ચ કરશે પોતાની ટીવી ચેનલ
સલમાન ખાન (ફાઈલ ફોટો)
બોલીવડુ સુપરસ્ટાર સલમાન ખાન અભિનેતા, પ્રોડ્યુસર, સિંગરમાં હાથ અજમાવ્યા બાદ હવે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવવા જઇ રહ્યો છે. ટીવી પર તેણે બિગબૉસ જેવા શૉ હૉસ્ટ કર્યા છે જેને કારણે તેની પૉપ્યુલેરિટીમાં ઘણો વધારો થયો છે. તો તેની પોતાની પ્રૉડક્શન કંપની SKTVના બેનર હેઠળ જ કપિલ શર્મા શોની નવી સીઝન બની છે. પણ હવે સમાચાર એવા આવી રહ્યા છે કે સલમાન ખાન હવે કંઈક મોટું પ્લાન કરે છે. તે પોતાની એક ચેનલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
TV લાઇસન્સની જોવાઇ રહી છે રાહ
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી પ્રમાણે સલમાન ખાન નવી ચેનલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે અને તેની માટે તેને ઘણા કન્ટેન્ટની જરૂર છે. તેનું પ્રૉડક્શન હાઉસ SKTV કપિલ શર્મા શોનું નિર્માણ કરે છે. તેની ફિલ્મ કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે. હવે તેણે એક ટેલીવિઝન શોના પ્રૉડક્શનનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. જો તેને લાયસન્સ મળી જાય તો તે કપિલ શર્મા શોને પોતાના ટીવી ચેનલમાં શિફ્ટ કરી શકે છે.
Being Human બાદ હવે Being Children શરૂ કર્યું
એટલું જ નહીં, સલમાન ખાન પોતાની ફાઉન્ડેશન Being Human પછી હવે Being childrenના નામે વધુ એક ફાઉન્ડેશન શરૂ કરવાની તૈયારીમાં છે. આ સિવાય બાળકો સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ પણ હશે. સલમાન ખાન ફક્ત ફિલ્મ અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર જ પૈસા ઈન્વેસ્ટ કરવા નથી માગતો તે સિવાય આ પ્રકારના ફાઉન્ડેશન બાબતે પણ આગળ છે. આ ફાઉન્ડેશનની વાત કરીએ તો અત્યારે તેની પ્લાનિંગ ચાલી રહી છે.
આ પણ વાંચો : કપિલ શર્માએ લગ્ન અંગે ખોલ્યું રહસ્ય, તમે માની નહીં શકો!
ફિલ્મની વાત કરતાં સલમાન ખાનની ફિલ્મ ભારત, વર્ષ 2019 ઈદપ્રસંગે રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં તેની કૉ-એક્ટ્રેસ કેટરીના કેફ છે. ભારતનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ ફિલ્મ, સાઉથ કોરિએન ફિલ્મ ઓડ ટુ માય ફાધરનું ઑફિશિયલ રિમેક છે.