પીંજરા ખૂબસૂરતી કામાં કામ કરવાની તક મળતાં ખુશ છે રિયા શર્મા
રિયા શર્મા
રિયા શર્માને કલર્સના શો ‘પીંજરા ખૂબસૂરતી કા’માં કામ કરવાની તક મળતાં તે ખૂબ ખુશ છે. આ શોમાં તે સુંદર મયૂરાના પાત્રમાં જોવા મળશે. તેની સુંદરતા જ તેને ફસાવે છે. આ અનોખી સ્ટોરી દર્શકોને આકર્ષિત કરશે એવી શક્યતા છે. પોતાના પાત્ર વિશે રિયા શર્માએ કહ્યું હતું કે ‘હું કલર્સના શો ‘પીંજરા ખૂબસૂરતી કા’માં કામ કરવાને લઈને ખૂબ ઉત્સાહી છું. શોનો કન્સેપ્ટ અનોખો છે. મને વિશ્વાસ છે કે લોકોને પણ આ શો ખૂબ પસંદ પડવાનો છે. મારું પાત્ર મયૂરા ખૂબ જ સરસ રીતે લખવામાં આવ્યું છે. શોમાં મારો લુક પણ મને પસંદ પડ્યો છે. હું ખુશ છું કે લૉકડાઉન બાદ આપણે સૌએ કામ શરૂ કર્યું છે. હું કલર્સની આભારી છું કે તેઓ ફરી એક વખત અલગ કન્ટેન્ટ લઈને આવ્યા છે. આ સુંદર જર્નીની શરૂઆત કરવા બદલ હું ખૂબ ઉત્સાહી છું.’