જતીન સૂરિ એકતાની વેબ-સિરીઝમાં: ક્લાસ ઑફ 2020
જતીન સૂરિ
કૉલેજિયન સ્ટુડન્ટ્સ પર પકડ જમાવવા અને યંગસ્ટર્સમાં બાલાજી ટેલિફિલ્મ્સનું ડિજિટલ પ્લૅટફૉર્મ વધારે પૉપ્યુલર બને એ માટે એકતા કપૂરે ‘ક્લાસ ઑફ ૨૦૨૦’નું પ્લાનિંગ કર્યું છે. પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ પર બનનારી આ વેબ-સિરીઝ માટે એકતા કપૂરે ટી-સિરીઝની સુપરહિટ ફિલ્મ ‘યારિયાં’ના હીરો જતીન સૂરિને સાઇન કર્યો છે. જતીન કૉલેજ સ્ટુડન્ટ જેવો જ લાગતો હોવાથી તેને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ
ADVERTISEMENT
‘ક્લાસ ઑફ ૨૦૨૦’ એ ત્રણ વર્ષ પહેલાં બાલાજીએ બનાવેલી વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ ૨૦૧૭’ની સેકન્ડ સીઝન છે, પણ આ વખતે કૅન્વસ મોટું કરી નાખવામાં આવ્યું છે. સ્ટુડન્ટ્સ વેબ-સિરીઝ પુષ્કળ જોતા હોવાથી યંગસ્ટર્સ અને કૉલેજમાં એન્ટર થનારા ટીનેજર્સને ટાર્ગેટ કરીને તેમની ફ્રેન્ડશિપ, સેક્સ, બ્રેકઅપ, યંગસ્ટર્સમાં પૉપ્યુલર હોય એવા બૅડવર્ડ્સ અને હૉર્મોનલ ચેન્જિસને કારણે મનમાં આવતા ઉદ્વેગોને આ વેબ-સિરીઝમાં સમાવવામાં આવ્યા છે.

