સ્ટિચીઝના ડાઘ રિમૂવ કરાવવા વિકી કૌશલ જશે અમેરિકા
વિકી કૌશલ
અલંગ, ઊના અને ભાવનગરમાં શૂટિંગ માટે આવેલા ઍક્ટર વિકી કૌશલ શુક્રવારે એક ઍક્શન સીક્વન્સ શૂટ કરતા વખતે ઇન્જર્ડ થતાં તેને ઇમર્જન્સી સારવાર આપી તાત્કાલિક મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો જ્યાં તેના ચહેરા પર તેર સ્ટિચીઝ લેવામાં આવ્યા અને જમણી બાજુના જૉ એટલે કે જડબાના હાડકામાં ફ્રૅક્ચર હોવાથી આરામ કરવાની સલાહ આપવામાં આવી. આ કારણસર હાલપૂરતું શૂટિંગ અટકી ગયું છે, જે પંદર દિવસ પછી ફરીથી શરૂ કરવામાં આવશે.
વિકી કૌશલ આ શૂટિંગ શેડ્યુલમાં તો ગાલ પર આવેલા ટાંકાઓને મેકઅપથી ઢાંકી લેશે, પણ એ પછી જો આ સ્ટિચીઝ રિમૂવ નહીં થાય તો એ દૂર કરવા માટે અમેરિકા જશે અને અમેરિકામાં સ્ટિચીઝ દૂર કરશે. વિકીના ચહેરા પર તેર સ્ટિચીઝ આવ્યા છે જે સ્પષ્ટપણે નરી આંખે જોઈ શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 9 વર્ષે કેટરીના કૈફ બનશે અક્ષયકુમારની વાઈફ !
અલંગમાં જ્યારે શિપમાં શૂટિંગ ચાલતું હતું ત્યારે શિપના કમ્પાર્ટમેન્ટનો દરવાજો તોડવાના સીનમાં દરવાજો વિકી પર પડ્યો, જેને લીધે દરવાજાનો ઉપરનો ખૂણો તેના ચહેરા પર ઘસડાયો અને એ જ દરવાજો જૉ પર લાગતાં એમાં ફ્રૅક્ચર થયું.