સની’સ કામાસૂત્રા
સની લીઓની
ઋષિ વાત્સ્યાયન રચિત કામસૂત્ર ગ્રંથ પર આધારિત ફિલ્મો આપણે ત્યાં આવી છે, પણ વેબ-સિરીઝ માટે હવે આ ગ્રંથને પસંદ કરવામાં આવ્યો છે અને આને માટે સની લીઓનીને ઑફર આપવામાં આવી છે. ઑફર મળ્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે સની લીઓનીએ પણ વિચારવાનો સમય માગવો પડ્યો છે.
વાત્સ્યાયનનું કામસૂત્ર રતિક્રીડાનું જ્ઞાન આપતું શાસ્ત્ર હતું, જેના પર અત્યાર સુધીમાં બે હિન્દી અને એક અંગ્રેજી ફિલ્મ બની છે. કામવિષયક જ્ઞાન જીવનમાં કેટલું આવશ્યક છે એ વાત કામસૂત્ર સમજાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સારા અલી ખાન પર કૉપી કરવાનો આરોપ મૂક્યો વરુણ ધવને
નેટફ્લિક્સ આ પ્રોજેક્ટ માટે ઉત્સુક છે, પણ એની ઇચ્છા મોટું ગજું ધરાવતી ઍક્ટ્રેસ સાથે જ આ પ્રોજેક્ટ કરવાની છે અને પ્રોડ્યુસરને આ પ્રોજેક્ટ માટે સની લીઓની સિવાય બીજું કોઈ નામ સૂઝી નથી રહ્યું. જોવાનું એ છે કે સની કામસૂત્ર માટે કેવી તૈયારી દેખાડે છે.

