શું 'રામાયણ'ના 'દશરથ' અને 'કૌશલ્યા' અસલ જીવનમાં પણ પતિ-પત્ની હતા?
'રામાયણ'ના 'દશરથ' અને 'કૌશલ્યા'
લૉકડાઉનના ચાલતા દૂરદર્શને પોતાની જૂની ધારાવાહિકોનું પુન:પ્રસારણ ફરીથી શરૂ કરી દીધું છે. જેને ટીવી પર જબરદસ્ત દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રામાયણ અને મહાભારતની ટીઆરપીએ દૂરદર્શને નંબર 1 પર પહોંચાડી દીધી છે. જ્યારથી શૉ ફરી શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર દર્શક શૉ માટે પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. રામાયણના બધા પાત્રો વિશે જાણવા માટે દર્શક ઘણા ઈચ્છુક રહે છે કે આટલા વર્ષો બાદ આ પાત્રો કેવા દેખાતા હશે? હવે આ બધા પાત્રો ક્યાં છે? પરંતુ આજે અમે તમને શૉથી જોડાયલી એક સીક્રેટ જણાવશું જે કદાચ જ કોઈ જાણતું હશે.
ADVERTISEMENT
રામાનંદ સાગરના શૉની જોડી રામ અને સીતા હંમેશા માટે અમર થઈ ચૂકી છે એવી જ રીતે આ શૉના દશરથ રાજા અને કૌશલ્યાની જોડી પણ એવી જ રીતે અમર છે. શું તમે જાણો છો આ ઑનસ્ક્રીન પતિ-પત્ની એટલે કે દશરથ અને કૌશલ્યાનું પાત્ર ભજવનારી આ જોડી વાસ્તવમાં પણ પતિ-પત્ની છે. કૌશલ્યાની ભૂમિકા ભજવનારી પ્રખ્યાત મરાઠી એક્ટ્રેસ જયશ્રી ગડકર હતી. જ્યારે દશરથની ભૂમિકામાં એમના પતિ બાલ ધુરી હતા.
આ પણ વાંચો : 'રામાયણ'માં જોવા મળેલી રાવણની બહેન 'શૂર્પણખા' હાલ દેખાય છે આવી
જ્યારે રામાનંદ સાગરથી મળવા જયશ્રી પતિ સાથે એમની ઑફિસ પહોંચી હતી. ત્યારે વાતચીત કરતા રામાનંદ બાલ ધુરીને શૉમાં બે રોલ ઑફર કરી ચૂક્યા હતા. રામાનંદ ઈચ્છતા હતા કે ધુરી 'મેઘનાથ'નો રોલ ભજવે, કારણકે દશરથનો રોલ જલ્દી પૂરો થઈ જવાનો હતો. પરંતુ ધુરીએ દશરથના પાત્રને છોડ્યું નહી. આજે તેઓ પોતાના દશરથના રોલના કારણે જ ઓળખાય છે. તો આવી રીતે રિયલ લાઈફ કપલને ઑનસ્ક્રીન દશરથ અને કૌશલ્યાના રૂપમાં પતિ-પત્નીનો રોલ મળ્યો. 90ના દાયકાના બધા શૉએ લોકોના દિલ ફરીથી જીતી લીધા છે.