PM Narendra Modi:ફિલ્મનું ગુજરાતી રૅપ સોંગ 'નમો નમો' રિલીઝ
રૅપ સોંગમાં ગુજરાતીમાં પણ છે શબ્દો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ થવાને આડે હવે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના મેકર્સે 'નમો નમો' ગીત રિલીઝ કર્યું છે.
ફિલ્મનું આ સોંગ એક રૅપ સોંગ છે. જેના શબ્દો રૅપર પેરી જીએ લખ્યા છે. તો ફિલ્મના પ્રોડ્યુસર, ક્રિએટિવ ડિરેક્ટર અને રાઈટર સંદીપ સિંઘે ગીત ગાયુ છે. સંદીપ સિંહ ફિલ્મમાં એક કરતા વધુ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમણે ફિલ્મની સ્ટોરીની સાથે સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે. અને હવે તેમણે ગાયેલું ગીત રિલીઝ પણ થઈ ચૂક્યુ છે.
ADVERTISEMENT
આ ગીતની ખાસ વાત છે, તેમાં આવતુ ગુજરાતી રૅપ. ગીતમાં વડાપ્રધાન મોદીની મક્કમ ઈમેજ બતાવાઈ છે. કેવી રીતે તેઓ કટોકટી સમયે ગુપ્તવાસમાં રહ્યા, તેમણે સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો અને આકરા નિર્ણયો લીધા, જનસમર્થન મેળવ્યું તેની ઝલક આ ગીતમાં બતાવાઈ છે. વડાપ્રધાન મોદી ગુજરાતી હોવાને કારણે ગીતમાં ગુજરાતી રૅપ પણ ઉમેરવામાં આવ્યું છે. આ એક હાઈ એનર્જી સોંગ છે, જે તમને સંપૂર્ણ રીતે રિચાર્જ કરી દેશે.
સાંભળો ગીત
આ ગીતના મ્યુઝિક ડિરેક્ટર હિતેષ મોદક છે, જેણે ગીતનું પ્રોગ્રામિંગ પણ કર્યું છે. આ ગીતમાં સંદીપ સિંહની સાથે સાથે રૅપર પૅરી જી પણ અવાજ આપશે. ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમારનું કહેવું છે કે,' PM Narendra Modi આ ફિલ્મ એક વ્યક્તિ નરેન્દ્ર મોદીના દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર છે.'
આ પણ વાંચોઃ PM Narendra Modiની બાયોપિકમાં ગીત ગાશે પ્રોડ્યુસર સંદીપ સિંઘ
વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી બાયોપિક PM Narendra Modi 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને ઓમંગકુમારે ડિરેક્ટ કરી છે. તો સંદીપ સિંઘની સાથે સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યુસ કરી છે.