બિગ બૉસ 13માં જોવા મળશે નાયરા બૅનરજી?
સલમાન ખાનના શો ‘બિગ બૉસ 13’માં નાયરા બૅનરજી જોવા મળશે એવી ચર્ચા છે. નાયરાએ સાઉથી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાલમાં ‘દિવ્ય દૃષ્ટિ’માં કામ કરી રહી છે. ‘બિગ બૉસ 13’માં હાલમાં દલજિત કૌર, દેવોલીના ભટ્ટાચરજી, ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, રિચા ભદ્રા, આદિત્ય નારાયણ, મુગ્ધા ગોડસે અને રાજપાલ યાદવ જેવા નામ ચર્ચામાં છે. જોકે આ તમામ નામની વચ્ચે નાયરા બૅનરજીનો સંપર્ક કરવામાં આવ્યો છે. નાયરા આ ઑફરને સ્વીકારી લેશે એવી શક્યતા વધુ છે. આ શોને આ વર્ષે મુંબઈમાં જ શૂટ કરવામાં આવશે, જેથી સલમાન તેની ફિલ્મોની સાથે આ શોનું પણ શૂટિંગ કરી શકે.
આ પણ વાંચો: દબંગ 3ને સલમાન ૨૦૨૦ની ઇદ પર રિલીઝ કરશે?

