મૉડર્ન રિલેશનશિપ્સ અલગ-અલગ મૂલ્યો પર આધારિત હોય છે : મુદસ્સર અઝીઝ
મુદસ્સર અઝીઝ
‘પતિ, પત્ની ઔર વો’ના ડિરેક્ટર મુદસ્સર અઝીઝનું માનવું છે કે વર્તમાન સમયમાં સંબંધો અલગ મૂલ્યો પર આધારિત હોય છે. તેમની આ ફિલ્મ પણ એનો જ એક ભાગ છે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક છે. આ ફિલ્મમાં સંજીવકુમાર, વિદ્યા સિંહા અને રંજિતા જોવા મળ્યાં હતાં. જોકે આ રીમેક આજના સમયની સાથે મેળ ખાય એ રીતે બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : આવો રહ્યો બિગ બૉસ 13નો 17મો દિવસ..વાંચો અપડેટ્સ
ADVERTISEMENT
૬ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ વિશે મુદસ્સરે કહ્યું હતું કે ‘આધુનિક સમયના રિલેશનશિપ્સ અલગ પ્રકારનાં મૂલ્યો પર આધારિત હોય છે. એથી અમે એ કન્સેપ્ટની આસપાસ ફિલ્મ બનાવી છે. સાથે જ એ પ્લૉટને પણ ફરીથી લખવામાં આવ્યો હતો. અમારી ફિલ્મનો ઓરિજિનલ ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. અમે માત્ર એનું ટાઇટલ જ લીધું છે. અમારા તરફથી ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર બી. આર. ચોપડા સા’બને આ એક શ્રદ્ધાંજલિ છે.’