દરેકને સમાન નજરથી જુએ છે મેઘના ગુલઝાર
મેઘના ગુલઝાર
મેઘના ગુલઝારનું કહેવું છે કે તે દરેકને એકસમાન નજરે જુએ છે. આ વિશે વધુ જણાવતાં મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘હું દરેક જેન્ડરને એકસમાન નજરે જોઉં છું. હું જેન્ડરના ભેદભાવની દૃષ્ટિએ કોઈને નથી જોતી.’
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવા આવનારા ડિરેક્ટર્સ, પુરુષ હોય કે મહિલા હોય તેમણે રિજેક્શન અને નિષ્ફળતાને પચાવવા માટે તૈયાર રહેવુ જોઈએ. સાથે જ સખત મહેનત કરવાની સાથે જ તમારા કામ પ્રતિ પ્રામાણિક રહેવું જોઈએ એવી સલાહ આપતાં મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એવા કોઈ ચોક્કસ નિયમો નથી કે તમે ક્યારે સફળ થશો.
ADVERTISEMENT
આ પણ વાંચો : પદ્મશ્રીનું સન્માન એ લોકોનો મારી ટૅલન્ટ પરનો વિશ્વાસ દેખાડે છે : મનોજ બાજપાઈ
અમુક લોકો એટલા લકી હોય છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવવાના પહેલા જ વર્ષે સફળ થઈ જાય છે તો કેટલાક લોકો મારી જેમ 15 વર્ષે નામના મેળવે છે.’