મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકો માટે દાન કર્યું લતા મંગેશકર અને આમિર ખાને
લતા મંગેશકર અને આમિર ખાન
મહારાષ્ટ્રમાં હાલમાં પૂરની સ્થિતિ ખૂબ જ દયનિય છે ત્યારે આમિર ખાન અને લતા મંગેશકર મદદ માટે સામે આવ્યાં છે. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવિસના રિલફ ફંડમાં તેમણે આ દાન કર્યું છે. આમિરે ૨૫ લાખ રૂપિયા અને લતા મંગેશકરે અગિયાર લાખ રૂપિયાનું દાન કર્યું છે. દેવેન્દ્ર ફડણવિસે ટ્વીટ કર્યું હતું કે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં ૨૫ લાખ રૂપિયા આપવા માટે આમિર ખાનનો આભાર.
લતા મંગેશકર માટે દેવેન્દ્ર ફડણવિસે ટ્વીટ કર્યું હતું કે ‘ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં ૧૧ લાખ રૂપિયા આપવા માટે અમે માનનિય લતા દીદીનો આભાર માનીએ છીએ.’
ADVERTISEMENT
આ પણ વાંચો : દેશી કપડાંને સપોર્ટ કરવાના રંગોલીના સ્ટેટમેન્ટને કારણે વધુ ટ્રોલ થઈ કંગના
સોળ ઑગસ્ટ સુધીમાં મહારાષ્ટ્રમાં પૂરને કારણે ૫૪ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને હજી ચાર વ્યક્તિ મિસિંગ છે. મૃત્યુનો સૌથી વધુ આંકડો સાંગલી ડિિસ્ટ્રક્ટમાં છે જે ૨૬ છે. કોલ્હાપુરમાં ૧૦, સાતારામાં ૮, પૂણે ૯ અને સોલાપુરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.