Kalank:મોસ્ટ અવેઈટેડ મલ્ટી સ્ટારર ફિલ્મ વિશેની જાણવા જેવી વાતો
કરણ જોહરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કલંક બુધવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં લાંબા સમયે સંજય દત્ત અને માધુરી દીક્ષિત એક સાથે આવી રહ્યા છે. સાથે જ આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ હોવાને કારણે ફિલ્મ ખાસ છે. કરણ જોહરે ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા ફિલ્મ વિશે રોજ થોડી થોડી માહિતી આપીને દર્શકોને પણ ઉત્સાહિત કર્યા છે. અભિષેક વર્મને ડિરેક્ટ કરેલી ફિલ્મ એક લવસ્ટોરી છે. જે બુધવારે રિલીઝ થઈ રહી છે. તમે ફિલ્મ જોવા જાવ એ પહેલા જાણી લો ફિલ્મ વિશેની તમામ વાત.
ફિલ્મ વિશેની વાત
ADVERTISEMENT
કરણ જોહર માટે કલંક ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મ તેના પિતા અને પ્રોડ્યુસર યશ જોહરનો છેલ્લો પ્રોજેક્ટ હતો. યશ જોહર 15 વર્ષ પહેલા ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો. 2003માં કલ હોના હો રિલીઝ થયા બાદ કરણ જોહર જાતે જ આ ફિલ્મ ડિરેક્ટ કરવા ઈચ્છતા હતા પરંતુ ફિલ્મ શરૂ જ ન થઈ. કરણે હંમેશા આ ફિલ્મને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવી છે. કરણ જોહરે કહ્યું હતું કે અભિષેક વર્મને મારી લાગણી સમજીને અને ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું.
ફિલ્મના સેટ્સ
કલંકના લાર્જર ધેન લાઈફ સેટ્સ તો તમને જ ગમ્યા જ હશે. ફિલ્મના આ શાનદાર સેટ્સ સંજય લીલા ભણસાલીની યાદ અપાવી દે છે. મંદિરથી લઈને પહાડો સુધીના સુંદર સેટ્સ માઈન્ડ બ્લોઈંગ છે. જે તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. તો સ્ટારકાસ્ટના આઉટફિટ્સ પણ અપીલિંગ છે.
'ઝફર'ના પાત્ર માટે વરુણ નહોતો પહેલી પસંદ
જ્યારે યશ જોહરે કલ હો ના હો પછી આ ફિ્લમ બનાવવાનું નક્કી કર્યું ત્યારે વરુણ ધવનના પાત્ર ઝફર માટે શાહરુખ ખાનને લેવા ઈચ્છતા હતા. જો કે સમયની સાથે ફિલ્મના પાત્રોમાં કેટલાક ફેરફાર કરાયા છે. અને ઝફરનું ઈન્ટેન્સ પાત્ર ભજવવા માટે વરુણ ધવનને અપ્રોચ કરાયો. વરુણ ધવને કહ્યું હતું કે તેણે ઝફરના પાત્ર માટે શાહરુખ પાસેથી કોઈ સલાહ નથી લીધી. ટ્રેલર લોન્ચ દરમિયાન વરુણ ધવને કહ્યું હતું કે શાહરુખ સરે ટીઝર જોયું છે અને વરુણના પાત્રને વખાણ્યું છે.
21 વર્ષ પછી સાથે આવી રહ્યા છે માધુરી દિક્ષીત અને સંજય દત્ત
સંજય દત્ત અને માધુરી દિક્ષીતે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જો કે કલંકમાં તેઓ 21 વર્ષ બાદ સાથે દેખાવાના હોવાથી બંનેના ફેન્સ ઉત્સાહિત છે. કલંકના પ્રમોશન દરમિયાન જાહેરમાં બંને એકબીજાને મેમ અને સર કહીને બોલાવતા હતા. ધક ધક ગર્લ અને ખલનાયકને સાથે આવવા અંગે સંજય દત્તે કહ્યું હતું,'માધુરી સાથે કામ કરવું એ ખાસ છે.
આ પણ વાંચોઃ Kalank Box Office Prediction: કેટલું થશે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ?
માધુરી સરસ એક્ટ્રેસ છે. મેં તેની સાથે ઘણી ફિલ્મો કરી છે. જે એકવારમાં યાદ પણ નહીં આવે. કલંકમાં અમારા બંનેનો સાથે એક સીન છે, એ અમેઝીંગ છે. માધુરી સાથે આટલા વર્ષે સ્ક્રીન શૅર કરવી એ મારા માટે ઉત્તમ તક છે.'
ક્લાસિકલ ટચ
તાજેતરમાં બોલીવુડમાં કેટલીક ફિલ્મો આવી છે, જેમાં ક્લાસિકલ ડાન્સ સિકવન્સ હતી. કલંક પણ તેમાંની એક છે. આલિયા ભટ્ટનું ગીત ઘર મોરે પરદેશિયા અને માધુરી દિક્ષીતનું ગીત તબાહ હો ગયેના ક્લાસિકલ ડાન્સને સિલ્વર સ્ક્રીન પર જોવા દર્શકો આતુર છે.
આ પણ વાંચોઃમલ્ટી સ્ટારર ફિલ્મ કલંકની સ્ટાર કાસ્ટનો આવો છે પ્રમોશનલ લૂક