બૉક્સ-ઑફિસ પર કબીર સિંહનો દબદબો
બૉક્સ-ઑફિસ પર કબીર સિંહનો દબદબો
શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ હજી પણ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. ૨૧ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મને હજી પણ લોકો પસંદ કરી રહ્યાં છે. ક્રિટીક્સ દ્વારા આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યાં હતાં, પરંતુ દર્શકોને એ ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મ ૩૭માં દિવસે ૨૭૫ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે.
આ પણ વાંચો : લંડનમાં તૈમૂર કરીનાએ કરી પૂલ મસ્તી, જુઓ માતા-પુત્રની ક્યૂટ મોમેન્ટ્સ
ADVERTISEMENT
‘કબીર સિંહ’એ પહેલાં અઠવાડિયામાં ૧૩૪.૪૨ કરોડ, બીજા અઠવાડિયામાં ૭૮.૭૮ કરોડ, ત્રીજા અઠવાડિયામાં ૩૬.૪૦ કરોડ, ચોથા અઠવાડિયામાં ૧૬.૬૬ કરોડ, પાંચમાં અઠવાડિયામાં ૮.૧૦ કરોડ અને છઠ્ઠા અઠવાડિયામાં ૨.૭૧ કરોડની સાથે ટોટલ ૨૭૭.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.