પાછો આવી રહ્યો છે ભારતનો સુપરહીરો, શક્તિમાન
શક્તિમાન
શક્તિમાનનું નામ સાંભળતા કે વાચતાંની સાથે જાણે આંખ સામે બાળપણ સરી આવ્યું હશે. અને હજી પણ તે ક્ષણો યાદ આવી હશે જ્યારે શક્તિમાન આવવાનું છે જલ્દી જલ્દી બધું લેસન પતાવીને કેવા ટીવી સામે બેસી જતાં હતા. મનોરંજનની સાથે સારી બાબતો પણ શીખવા મળી જતી. કદાચ આને જ કહેવાતું ગમ્મત સાથે જ્ઞાન.
ફરી જોવા મળશે ભારતીય સુપરમેન શક્તિમાન
ADVERTISEMENT
ડીડી નેશનલ પર આવતી આ સિરિયલ 'શક્તિમાન' એ એક ભારતીય સુપરહીરોની સિરિયલ હતી. જેમાં ગંગાધરનું પાત્ર અને શક્તિમાનનું પાત્ર એક જ વ્યક્તિ એટલે કે મુકેશ ખન્ના જ ભજવતા. એમાંય પાછું પોતાનો પરિચય આપતાં તે ડાયલૉગ જેવી રીતે બોલાતો તે તો જાણે મોટેરાંઓ માટે પણ લોકપ્રિય જ હતું. 'પંડિત ગંગાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી' ઉર્ફે શક્તિમાન ઉર્ફે મુકેશ ખન્ના યુટ્યુબ પર રીએન્ટ્રી લેશે.
ક્યાં જોવા મળશે શક્તિમાન
મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિશે માહિતી આપતાં કહ્યું કે સિરિયલ તો અત્યારે નહીં આવે તેની માટે તો રાહ જોવી જ રહી પણ, સિરિયલનો એક ભાગ શરૂ થઈ રહ્યો છે. જેમાં તે 'સોરી શક્તિમાન' નામની ચેનલ પર બાળકોને જ્ઞાન અને ઉપદેશાત્મક બાબતો વિશે વાતો કરશે.
આ પણ વાંચો : હિના ખાને અધવચ્ચે છોડી કસૌટી ઝિંદગી કી 2
જાણો શું કહ્યું શક્તિમાને
શક્તિમાને જણાવ્યું કે, આજકાલનાં બાળકો ઘણી ભૂલો કરી રહ્યાં છે, જેનાથી તેમણે એમના ફેવરિટ સુપરહીરો શક્તિમાનને ‘સોરી’ કહીને સ્વીકારવું પડશે કે તેઓ ઘણી ભૂલો કરી રહ્યાં છે. પહેલો એપિસોડ 'સોરી શક્તિમાન' ચેનલ પર 15 માર્ચે રિલીઝ થશે.