આલિયાથી દીપીકા સુધી એક્ટ્રેસિસના ડ્રેસે તેમને કર્યા પરેશાન!! જુઓ વીડિયો
મુંબઈમાં બુધવારે રાત્રે પ્રતિષ્ઠિત IIFA એવોર્ડઝમાં બોલીવુડના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન બોલીવુડના હીરોઝ ડેશિંગ દેખાયા, તો હીરોઈનોએ તો જલવો જ બતાવી દીધો. આઈફામાં સામેલ થવા માટે કોઈ એક્ટ્રેસ સાડીમાં પહોંચી તો કોઈ ગાઉનમાં દેખાઈ. કેટલાકે ડિઝાઈનર ડ્રેસ પહેર્યા. તો કેટલીક એક્ટ્રેસિસ એવી પણ હતી, જેમના ડિઝાઈનર ડ્રેસ તેમના માટે મુશ્કેલી બની ગયા.
એક્ટ્રેસિસ ડિઝાઈનર ડ્રેસ તો પહેરી લે પરંતુ તેને સંભાળવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, આવા કિસ્સા ઘણા થઈ ચૂક્યા છે. આઈફા એવોર્ડ્ઝ નાઈટ્સમાં પણ કંઈક આવું જ થયું. અમે તમને આલિયા ભટ્ટથી લઈને દીપિકા પાદુકોણના ડ્રેસની એવી મોમેન્ટ્સ બતાવીશું, જેમાં તેમના કપડા સંભાળવા માટે તેમને બીજા લોકોની મદદ લેવી પડી.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ આગળ-આગળ, ડ્રેસ પાછળ પાછળ
આઈફામાં દીપિકા પર્પલ કલરના ગાઉનમાં પહોંચી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ દીપિકાનો ડ્રેસ એટલો મોટો હતો કે તેને સંભાળવા માટે 2 લોકોની મદદ લેવી પડી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આલિયા ભટ્ટનો લાંબો ગાઉન
આલિયા ભટ્ટ પણ આઈફામાં પીચ કલરના ડ્રેસમાં આવી હતી. ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી કરતા સમયનો આલિાયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના ડ્રેસને વારંવાર સરખો કરતી દેખાઈ રહી છે. આલિયાનો ગાઉન એટલો લાંબો હતો કે વારંવાર તેના પગ નીચે આવતો હતો. આખરે કોઈ વ્યક્તિએ આવીને તેનો ડ્રેસ સંભાળ્યો.
ઉર્વશી રોતેલાએ લેવી પડી મદદ
ઉર્વશી રૌતેલાએ આઈફા નાઈટમાં ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં એક યુવતી તેનો ડ્રેસ સંભાળી રહી છે.
ગાઉનને એડજસ્ટ કરતી દેખાઈ સારા અલી ખાન
સારા અલી ખાન આઈફામાં ઓફ વ્હાઈટ ડ્રેસમાં પહોંચી હતી, જેમાં તે એકદમ બાર્બી ડોલ લાગી રહી હતી. પરંતુ તેનો ડ્રેસ એટલો લાં...બો હતો કે સંભાળવા માટે કોઈની મદદ લેવાની જરૂર પડી.
હાઈ હિલ્સે સ્વરા ભાસ્કરને કરી પરેશાન
સ્વરા ભાસ્કર માટે કદાચ ચંપલની પનોતી ચાલી રહી છે. પહેલા લાલબાગ ચા રાજામાંથી તેના ચંપલ ચોરાઈ ગયા. અને હવે આઈફામાં તે પોતાની હાઈ હિલ્સને કારણે પરેશાન થતી દેખાઈ હતી.