હિના ખાને અધવચ્ચે છોડી કસૌટી ઝિંદગી કી 2
હવે કસૌટી....માં નહીં જોવા મળે હિના ખાન
હિના ખાન, જે કસૌટી ઝિંદગી કી 2માં કોમોલિકાના રીપ્રાઈઝ અવતારમાં જોવા મળી હતી, તે આ શોને અધવચ્ચે છોડી રહી છે. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે તેણે પહેલાના જે કમિટમેન્ટ હતા તેને પુરા કરવા માટે તે આ શો છોડી રહી છે. શોમાં હિના ખાનની હાજરી પણ ઓછી જોવા મળી રહી છે. ટેલીચક્કરના અહેવાલો પ્રમાણે, હિના ખાન શો છોડી રહી છે. આ પહેલા પણ હીના ખાન શો છોડી રહી હોવાની અફવા હતી, જેને હીનાએ ફગાવી હતી.
ટેલીચક્કરના અહેવાલો પ્રમાણે અભિનેત્રીએ શોના મેકર્સને તે શો છોડી રહી છે અને તેણે રીપ્લેસમેન્ટ શોધવાનું પણ કહી દીધું છે. કસૌટી ઝિંદગી કીમાં કોમોલિકાના પાત્રમાં ઉર્વશી ધોળકિયા જોવા મળી હતી. આ પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ વેબસાઈટના પ્રમાણે કોમોલિકાના રોલ માટે હિના ખાનની જગ્યાએ આલિશા પનવર આવશે. જે હાર ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.
હિના ખાનને યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી સફળતા મળી હતી. અને તે ઘર ઘરમાં જાણીતું નામ બની હતી. હિના ખાનના કહેવા પ્રમાણે, "પહેલા લોકો તેને અક્ષરાના નામથી જાણતા હતા અને હવે કોમોલિકા. હું ઈચ્છું છું કે લોકો મને મારા પોતાના નામથી ઓળખે."
હિના બિગ બૉસ-11માં પણ ભાગ લઈ ચુકી છે. જેમાં તે રનર અપ રહી હતી. હાલ હિના ખાન લાઈન્સ અને સોલમેટમાં કામ કરી રહી છે. પોતાની ફિલ્મ લાઈન્સને પ્રમોટ કરવા માટે તે રેડ કાર્પેટ પર પણ ચાલી શકે છે. સાથે હિના પાસે એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ હોવાના પણ અહેવાલ છે.