અનિલ કપૂરની બગડી તબિયત, સારવાર માટે જશે જર્મની
ફાઈલ ફોટો
1. એમાં કોઈ શંકા નથી કે બૉલીવુડ સ્ટાર અનિલ કપૂર ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંનો એક છે. આજના યુવાન સિતારાઓ પણ તેમની પાસેથી ફિટનેસ ટિપ્સ લે છે.
2. આજકાલ અનિલ કપૂર 'એક લડકી કો દેખા તો એસા લગા'ના પ્રમોશનમાં પૂર-જોશમાં લાગેલા છે. દરમિયાન જ તેણે પોતાની બિમારીનો ખુલાસો કર્યો.
ADVERTISEMENT
3. જાણકારી પ્રમાણે 62 વર્ષની ઉંમરના અનિલ કપૂરે હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ કહ્યું કે તે પોતાના સ્ટંટ પોતે જ કરે છે અને તેને તે કરવું ગમે પણ છે જો કે, તેમાં કેટલુંક રિસ્ક પણ છે.
4. દરમિયાન તેણે એ પણ કહ્યું કે આજકાલ તે પોતાના જમણાં ખભાની કેલ્સીફિકેશનની તકલીફનો સામનો કરી રહ્યો છે. તેની ટ્રીટમેન્ટ માટે તે જર્મની જશે.
5. તેણે એ પણ જણાવ્યું કે કેલ્સીફિકેશનને કારણે તેને જમણાં ખભાના કેટલાક ટિશ્યુઝને પણ અસર થઈ છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. તે આ બધાંથી ગભરાઈને પીછે હઠ કરનારામાંનો નથી, હજી તો તેને ખૂબ જ આગળ જવું છે.
6. કેલ્સીફિકેશન એ સ્થિતિ છે જ્યાં કેલ્શિયમ અને તેના ઘટકો ટેંડનમાં જમા થઈ જાય છે જે અતિશય દુઃખાવાનું કારણ બની શકે છે. મેડિકલમાં આ પરિસ્થિતિને 'કેલ્સીસ ટેંડોનાઈટિસ'ના રૂપે ઓળખવામાં આવે છે.
7. અનિલ કપૂરે એ પણ જણાવ્યું કે તે સતત તેના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરના સંપર્કમાં છે. તેણે કહ્યું કે તેઓ એ જ ડૉક્ટર છે જેણે તેના એંકલ પેનને મટાડવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો : ફિલ્મ '83માં શ્રીકાંતના રોલમાં દેખાશે સાઉથના સ્ટાર જિવા
8. જણાવીએ કે, કેલ્સીફિકેશનનો સૌથી સારી સારવાર ફિઝિયોથેરેપી છે. એનાથી માત્ર દુઃખાવો જ નથી મટતો, પણ તેની સાથે શરીરના જકડાયેલા ભાગોમાં લોહીનું સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થાય છે. કેટલાક દર્દીઓને તેની સાથે દવા પણ આપવામાં આવે છે. આ બાબતે માત્ર 10 ટકા જ સર્જરીની જરૂર પડે છે. કેટલીક વાર આ તકલીફ આપમેળે બરાબર થઈ જાય છે.