તારક મહેતાના મેકર્સ હવે નહીં જુએ દિશાની રાહ, શોમાં થશે નવી એંટ્રી
દિશા વાકાણી હવે નહીં જોવા મળે શો માં?
ટીવીના સૌથી ચર્ચિત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચામાં છે. મહત્વનું છે કે કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો હતા કે દયાબેનનો કિરદાર નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણીને મેકર્સને શોમાં પાછા ફરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. જો કે, દિશા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવ્યા બાદ હવે મેકર્સ તેમની રાહ નથી જોવા માંગતા. મેકર્સે દિશાને રીપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે.
મેકર્સે આપ્યો હતો 30 દિવસનો સમય
શઓના નિર્માતા અસિત મોદીએ પોતાની ટીમને કહ્યું છે કે, દિશાને 30 દિવસનું જે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેની અવધિ હજી સુધી પૂર્ણ નથી થઈ. પરંતુ હવે અમે તેમની રાહ નથી જોવા માંગતા અને શો ને આગળ વધારવા માટે અમે નવા દયાબેનની શોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે દિશા શો માં પાછા ન ફરવાનું મન બનાવી ચુકી છે. 22 માર્ચે મેકર્સે દિશાને 30 દિવસમાં શોમાં પાછું આવવાનું કહ્યું હતું. મેકર્સે કહ્યું હતું કે જો તે પાછી નહીં આવે તો તેમની જગ્યાએ બીજા કોઈને કાસ્ટ કરી લેવામાં આવશે.
જાણીતા ચહેરાના મોકો નથી આપવા માંગતા મેકર્સ
અહેવાલો છે કે મેકર્સ હવે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતા. કેટલાક દિવસોથી ખબર હતી કે કોઈ લોકપ્રિય ચહેરાનને દયાબેનની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવશે. પરંતુ મેકર્સ એવું નથી ઈચ્છતા. મેકર્સ કોઈ જાણીતા ચહેરાની જગ્યાએ કોઈ નવા ચહેરાને દયાબેન તરીકે કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
નવરાત્રિ પર હતો કમબેકનો પ્લાન
થોડા દિવસો પહેલા આસિત મોદીએ કહ્યું હતું કે પાછું ન ફરવું દિશા વાકાણીનો નિર્ણય છે. તેઓ પોતાના પરિવારને સમય આપવા માંગે છે. મોદીએ વધુમાં કહ્યું કે દિશાની અંગત જિંદગી પર કમેંટ કરવું ખોટું છે. હા, અમે તેમના બદલે કોઈ બીજા ચહેરાને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ખબરો તો એવી પણ હતી કે મેકર્સે નવરાત્રિ સ્પેશિલયલ એપિસોડમાં દયાબેનના કમબેકનો પ્લાન બનાવ્યો હતો પણ એવું ન થઈ શક્યું.
મેકર્સે કહ્યું- શોથી મોટું કોઈ જ નહીં
દિશા સપ્ટેંબર 2017થી મેટરનિટી લીવ પર જતી રહી હતી. રજાઓ ખતમ થઈ પણ દિશા શો પર પાછી ન આવી. આ દરમિયાન મેકર્સે અનેક વાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની તરફથી કોઈ જવાબ ન આવ્યો. આ મામલે અસિત મોદીએ કહ્યું હતું કે, શો થી મોટું કોઈ નથી, જો નિયત સમયમાં દિશા પાછી નહીં આવે તો, અમે બીજો વિકલ્પ જોઈશું.