કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોની કામ માટે થતા ટ્રાવેલિંગને મિસ કરે છે
અવનીએ તંબુરો, છુટ્ટી જશે છક્કા જેવા ફિલ્મ પ્રોજેક્ટ હેન્ડલ કર્યા છે અને દુર્ગેશ તન્નાની ફિલ્મ લવની લવ સ્ટોરીઝમાં કેમિયો પણ કર્યો હતો.
કોરોનાવાઇરસને કારણે બધું સ્થિર થઇ ગયું છે અને એવું કામ જેમાં સતત ટ્રાવેલ કરવું પડે એ તો જાણે ક્યારે ફરી ગતિ પકડશે એ કળવું મુશ્કેલ થઇ ગયું છે.
આવા સંજોગોમાં એવા લોકો જેમણે પ્રોફેશનલ કારણે સતત ટ્રાવેલ કરવું પડે એ બધાંનું રૂટિન તો સાવ જ બદલાઇ ગયું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોની પણ બધાંની માફક ઘરે જ સમય પસાર કરે છે અને મનને લૉકડાઉનમાં બિઝી રાખવાનો પ્રયાસ કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાતની પ્રતિષ્ઠિત ટેલેન્ટ એજન્સીની સુકાની અવનીએ હંમેશા કલાકારો સાથે શૂટિંગ અને ઇવેન્ટ્સ માટે ટ્રાવેલ કરવાનું રહે છે. તેણે કહ્યું કે, “ફિલ્મ ઉદ્યોગમાં અલગ અલગ જગ્યાઓએ ટ્રાવેલ કરવું તો જાણે કામનો એક હિસ્સો જ હોય છે. કાસ્ટિંગ ડાયરેક્ટર અને ટેલેન્ટ મેનેજર હોવાને કારણે મારી જવાબદારીઓ ઘણી વધારે હોય છે. આખું શિડ્યુલ જ શૂટિંગના લોકેશન્સને આધારે નક્કી થતું હોય છે. ક્યારેક તમારે હોમટાઉનમાં કામ હોય પણ મોટેભાગે તમે સતત એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલ જ કરતા હો એમ બને. મને કામને લીધે થતું એ ટ્રાવેલિંગ મિસ ચોક્કસ થાય છે પણ લૉકડાઉને મને મારી જાત સાથે અને બીજાઓ સાથે ક્વૉલિટી સમય વિતાવવાનો મોકો આપ્યો છે.”
અવનીએ તંબુરો, છુટ્ટી જશે છક્કા જેવા ફિલ્મ પ્રોજેક્ટ હેન્ડલ કર્યા છે અને દુર્ગેશ તન્નાની ફિલ્મ લવની લવ સ્ટોરીઝમાં કેમિયો પણ કર્યો હતો.

