Brahmastra:કેમ આલિયા ભટ્ટે રણબીર કપૂરનો વીડિયો બનાવ્યો ?
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
લાંબા સમયથી આલિાય ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધો વિશે મીડિયામાં ચર્ચા થતી રહી છે. જો કે બંનેમાંથી એક પણ આ અંગે મૌન તોડી નથી રહ્યા. હાલ આ બંને સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બંનેનું બોન્ડિંગ જોવા મળ્યું છે. ડિરેક્ટર અયાન મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રા પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જર્મનીમાં 'શિવા પ્રેક્ટિસ' કરતા દેખાઈ રહ્યા છે.
આ વીડિયોમાં રણબીર જર્મન મૂવમેન્ટ એક્સપર્ટ પાસેથી ટ્રેનિંગ લેતા દેખાઈ રહ્યા છે. અને આલિયા ભટ્ટ દૂર ઉભી ઉભી રણબીરનો વીડિયો ઉતારી રહી છે. જો કે આ વીડિયો એટલો ફાસ્ટ છ કે તમે રણબીરની કોઈ પણ મૂવમેન્ટ સ્પષ્ટ નહીં જોઈ શકો. પરંતુ વીડિયો જોઈને એટલો ખ્યાલ જરૂર આવે છે કે રણબીર કોઈ ખાસ મૂવમેન્ટની ટ્રેનિંગ લઈ રહ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આલિયાએ પણ બ્રહ્માસ્ત્ર માટે જુદી જુદી ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં પોતાના પાત્ર માટે આલિયા ભટ્ટે ઘોડેસવારીની તાલીમ લીધી છે.
આ પણ વાંચોઃ આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરનું પાત્ર એવા ડીજેનું છે, જે પોતાના પિતાની મરજી વિરુદ્ધ ઘર છોડી દે છે. બાદમાં પોતાના સપના પૂરા કરવા મહેનત કરે છે, અને પોતાની અંદરના સુપર પાવર્સને ઓળખે છે. રિપોર્ટ્સ એવા પણ છે કે આ ફિલ્મના દરેક પાત્ર પાસે કોઈને કોઈ સુપરપાવર હશે. એવી પણ ચર્ચા છે કે રણબીર કપૂરના પાત્ર પાસે એવી તાકત હશે જે પોતાની હથેળીમાં આગ લગાવી શકે છે. આ પાત્ર માટે રણબીર કપૂરે માર્શલ આર્ટની આકરી તાલીમ લેવી પડી છે. ફિલ્મમાં રણબીર કપૂર જોરદાર એક્શન સિક્વન્સ ભજવતા દેખાશે.
આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે અમિતાભ બચ્ચન અને મૌની રૉય પણ છે.