BOX OFFICE:ચાર વીક બાદ પણ થિયેટર્સમાં અડીખમ છે Short Circuit
ફિલ્મ શોર્ટ સર્કિટનું દ્રશ્ય
પહેલી ગુજરાતી સાઈફાઈ ફિલ્મ 'શોર્ટ સર્કિટ' બોક્સ ઓફિસ પર પોતાનો દમ બતાવી રહી છે. RJ ધ્વનિત અને કિંજલ રાજપ્રિયા સ્ટારર આ ફિલ્મને દર્શકોએ વખાણી છે, અને દર્શકોનો પ્રેમ હજીય બોક્સ ઓફિસ પર દેખાઈ રહ્યો છે. એક મહિનામાં ફિલ્મ અંદાજે 2 કરોડ કરતા વધુ કલેક્શન કરી ચૂકી છે.
ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરેલી પહેલી ગુજરાતી સાઈફાઈ ફિલ્મ તેના બજેટને પાર કરી ચૂકી છે. લગભગ દોઢ કરોડમાં બનેલી ફિલ્મનું કલેક્શન એક મહિના બાદ અંદાજે 2 કરોડને પાર થઈ ચૂક્યુ છે. પહેલી ગુજરાતી સાઈ ફાઈ ફિલ્મ હોવા છતાંય દર્શકોએ ફિલ્મને થિયેટર્સમાં આવકારી છે. ડિરેક્ટર ફૈઝલ હાશ્મી દર્શકોના રિસ્પોન્સથી ખૂબ જ ખુશ છે.
ADVERTISEMENT
ફૈઝલ હાશ્મીનું કહેવું છે કે,'લોકોને નવું કન્ટેન્ટ એન્ટરટેઈનમેન્ટ સાથે આપો તો દર્શકો એક્સેપ્ટ કરે જ છે. ગુજરાતીમાં ફક્ત કોમેડી જ ચાલે છે એ ભ્રમ આ ફિલ્મે તોડ્યો છે. ડિરેક્ટર તરીકે હું હજીય એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, જે ગુજરાતમાં નથી થયા.'
આ પણ વાંચોઃ શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ, ફિલ્મનું એ. આર. રહેમાન સાથે આ છે કનેક્શન
આ વીકમાં મલ્હાર ઠાકરની ફિલ્મ 'સાહેબ' પણ રિલીઝ થઈ છે, જેના કારણે શોર્ટ સર્કિટના કલેક્શન પર અસર પડી શકે છે. જો કે, અત્યાર સુધીમાં ફિલ્મ સારું પર્ફોમ કરી ચૂકી છે. તો હજીય ફિલ્મ છ ફોરેન કંટ્રીઝમાં રિલીઝ થવાની છે. આગામી મહિને ફિલ્મ અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને ગલ્ફ કંટ્રીઝમાં રિલીઝ થશે, એટલે તેનું કલેક્શન હજીય વધી શકે છે.
ફોરેનમાં એક મહિના પછી રિલીઝ થશે