દિશા પટણી વ્હાઈટ ક્રોઝેટ ટોપમાં લાગી રહી છે હોટ, શૅર કર્યો ફોટો
Image Courtesy: Disha patani Instagram
ભારતની રિલીઝ બાદ દિશા પટણી સાતમા આસમાને છે. સલમાન ખાન, સુનીલ ગ્રોવર, કેટરીના કૈફ અને જેકી શ્રોફ સ્ટારર આ ફિલ્મમાં દિશા પટણીનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મમાં દિશા પટણીએ સરકસમાં ટ્રેપેઝ આર્ટિસ્ટનો રોલ કર્યો છે. ભારતમાં દિશા પટણીનો રોલ વખાણાઈ રહ્યો છે.
મંગળવારે ભારતના મેકર્સ દ્વારા બોલીવુડના સ્ટાર્સ માટે લોઅર પરેલમાં ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. દિશા પટણી પણ આ સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ ડિસ્ટ્રેસ્ડ જીન્સ અને વ્હાઈટ ક્રોઝે ટોપમાં હોટ લાગી રહી છે.
ADVERTISEMENT
આ ફિલ્મ માટે દિશા પટણીએ પાર્કર અને જિમ્નાસ્ટિકની ખાસ તાલીમ લીધી હતી, જેથી તે પોતાના રોલમાં રિયાલિસ્ટીક લાગી શખે. જો કે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ દિશા પટણીને આ ટ્રેનિંગમાં જ ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. દિશા પટણીએ કહ્યું હતું,'મારી ટ્રેનિંગના ભાગ રૂપે હું પહેલા બેક ફ્લિપ, ફ્રંટ ફ્લિપ શીખી હતી. પરંતુ શૂટિંગના કેટલાક દિવસો પહેલા જમારા ઘૂંટણમાં ઈજા થઈ ગઈ. હું ફ્રન્ટ સાલ્ટોનું રિહર્સ્લ કરી રહી હતી, ત્યારે લેન્ડ થવામાં મારા ઘૂઁટણમાં ઈજા પહોંચી. ડોક્ટરે મને અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી હતી. જો કે શૂટિંગ પહેલા હું સાજી થઈ ગઈ હતી.'
કેટલાક દિવસો પહેલા દિશા પટણીએ ખુલાસો કર્યો હતો કે તેના બોલ્ડ ફોટોશૂટ પર તેના મમ્મી પપ્પાનું રિએક્શન કેવું હોય છે. આ વાત દિશા પટણીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે દિશા પટણી બોલીવુડની ખૂબ જ ટૂંકી કરિયરમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 21 મિલિયન ફોલોઅર્સ છે.
એક જાણીતા ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં દિશા પટણીએ ખુલાસો કર્યો હતો કે તેના મમ્મી પપ્પા શૂટિંગને લઈને કૂલ છે. જો કે તેના ફોટોઝ ક્યારેક તેના પિતાને ઑકવર્ડ ફીલ કરાવે છે.
બાગી 2માં ટાઈગર શ્રોફ સાથે દેખાયેલી એક્ટ્રેસનું કહેવું છે કે,'મને ખબર છે મારા પેરેન્ટ્સ મને જુએ છે. તેઓ જાણે છે કે હું કંઈ ખોટું નથી કરતી, આ કામ છે. મને ખાતરી છે કે તેમને મારા પર ગર્વ હશે. જો કે જ્યારે જ્યારે હું મારા ફેમિલી ગ્રુપમાં મારા ફોટોઝ શૅર કરું છું તો મારા ફાધરને ઓકવર્ડ ફીલ થાય છે. આખરે એ મારા પિતા છે.'
આ પણ વાંચોઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ
મમ્મી વિશે વાત કરતા દિશા પટણીએ કહ્યું હતું,'મારી મમ્મી ઈન્સ્ટાગ્રામ પર છે. પણ જુદા નામથી. તે મને સ્ટોક કરે છે, તો હવે હું તેને ફોટોઝ નથી મોકલતી.'

