"બધું બરાબર ચાલતું હતું પણ...." મલાઇકા સાથે ડિવોર્સ પર બોલ્યો અરબાઝ ખાન
મલાઇકા અરોરા, અરબાઝ ખાન
બંને વચ્ચે 2017માં થયા હતા ડિવોર્સ
મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017માં ડિવોર્સ લઇ લીધો હતો. લગ્નના 18 વર્ષ પછી બન્નેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જો કે મલાઇકા સાથે સંબંધ તોડવા પર અરબાઝ ખાને હંમેશા મૌન જ સાધ્યો હતો. પણ તાજેતરમાં જ એક ચેટ શૉ દરમિયાન અરબાઝ ખાને મલાઇકા સાથે ડિવોર્સ વિશે વાત કરતા પહેલી વાર પોતાની વાત સામે રાખી. એરબાઝે જણાવ્યું કે તે બન્ને વચ્ચે બધું બરાબર ચાલતું હતું પણ, એકાએક બન્નેનો સંબંધ તૂટ્યો.
ADVERTISEMENT
ડિવોર્સ બાદ પહેલી વાર અરબાઝ બોલ્યો
હકીકતે અરબાઝ ખાન કેટલાક સમય પહેલા અનુપમા ચોપડાના શૉનો ભાગ હતો. દરમિયાન તેણે પોતાની પર્સનલથી પ્રૉફેશનલ લાઇફ વિશે એક પણ બાબત શૅર કરી ન હોતી. અરબાઝ ખાને મલાઇકા સાથેના ડિવોર્સ વિશે કહ્યું, "બધું બરાબર ચાલતું હતું, પણ આ તૂટી ગયું. જો કાંઈ પણ ખોટું નથી તો બંનેએ પોતાનું જીવન જાતે ચલાવવું જોઇએ અને નિર્ણય લેવા જોઇએ."
હું અને અરબાઝ ખુશ ન હતા : મલાઇકા અરોરા
તો આ પહેલા મલાઇકા અરોરાએ પણ કરીના કપૂર સાથેના ચેટ શૉમાં પોતાના મનની વાત કહી કે, "આ બંધનમાં હું અને અરબાઝ બન્ને ખુશ ન હતા. જેનું પરિણામ અમારા બન્નેના પરિવારના સભ્યો પર પડતો હતો. ડિવોર્સ પછી પરિસ્થિતિ બદલાઇ અને સમાજનો સામનો કરવો પડે છે. આ બધી બાબતોમાંથી સ્ત્રીની તુલનામાં પુરુષ સરળતાથી બહાર નીકળી શકે છે. હું કોઇપણ પુરુષ સમુદાય પર આરોપ નથી મૂકતી પણ આ સત્ય છે."
આ પણ વાંચો : રાજકોટની આ અભિનેત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં છે લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનની ચર્ચા થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે બન્ને છેલ્લે એક સાથે હોસ્પિટલ જતાં જોવા મળ્યા હતા, જેની પાછળ એવા અનુમાનો લગાવવામાં આવે છે કે કદાચ તે બન્ને સાથે પ્રિ વેડિંગ ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. તો બીજી તરફ અરબાઝ ખાન વિદેશી મૉડેલ જૉર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.