નાયકની સીક્વલ બનાવવી સારો આઇડિયા છે : અનિલ કપૂર
અનિલ કપૂર
અનિલ કપૂરનું માનવું છે કે તેની ૨૦૦૧માં આવેલી ‘નાયક’ની સીક્વલ બનાવવામાં આવે તો સારી વાત છે. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. તામિલ ફિલ્મ ‘મધુલ્વણ’ની એ હિન્દી રીમેક હતી. આ ફિલ્મમાં એક સામાન્ય વ્યક્તિ એક દિવસ માટે મુખ્ય પ્રધાન બની કેવી રીતે કરપ્શન સામે લડે છે એની વાત કરવામાં આવી હતી. આજકાલ ઘણી ફિલ્મોની રીમેક અને સીક્વલ બની રહી છે. પોતાની કઈ ફિલ્મની સીક્વલ બનાવવામાં આવે એ વિશે પૂછતાં અનિલ કપૂરે કહ્યું હતું કે મને લાગે છે કે ‘નાયક’ની સીક્વલ બનાવવી સારી રહેશે.

