દીકરીઓની ફૅશન-સેન્સને જોઈને ખૂબ જ ગર્વ થાય છે અનિલ કપૂરને
અનીલ કપૂર (ફાઇલ ફોટો)
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીકરી સોનમ કપૂર આહુજા અને રિયા કપૂરની ફૅશનથી અનિલ કપૂર ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૨મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટની સાથે સોનમે અન્ય ઇવેન્ટમાં પણ હાજરી આપી છે. સોનમને તેની બહેન રિયા દ્વારા સ્ટાઇલ કરવામાં આવી હતી. સોનમના ફોટો શૅર કરતાં અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘એક સમયે એક આઉટફિટ દ્વારા મારી દીકરીઓ ધમાલ મચાવી રહી છે. ફૅશન દ્વારા આર્ટનો પણ સમાવેશ કરવાથી મારી દીકરીઓ પર મને ગર્વ છે. આ લુક અને એની પાછળ જેનું દિમાગ છે એ બન્ને મને ખૂબ જ પસંદ છે. એક પિતા માટે આ ખૂબ જ ગર્વની વાત છે.’
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે અભિનેતા અનિલ કપૂર અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા. ત્યાર બાદ સોનમ હવે ટૂંક સમયમાં જ ફિલ્મ જોયા ફેક્ટરમાં જોવા મળશે. ફિલ્મ અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કોઈ પણ તકને હળવાશથી નથી લેતો પ્રતીક બબ્બર