કાર્તિક આર્યન ઘણો ફની છે : અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડેનું કહેવું છે કે કાર્તિક આર્યન ખૂબ ફની છે. આ બન્ને ‘પતિ, પત્ની ઔર વો’માં સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી સંજીવકુમારની ફિલ્મની રીમેક છે. એ ફિલ્મમાં વિદ્યા સિંહા અને રંજિતા કૌર જોવા મળ્યાં હતાં. આ રીમેક ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં લખનઉમાં ચાલી રહ્યું છે. કાર્તિકની પ્રશંસા કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મને લઈને ખૂબ એક્સાઇટેડ છું. હું તાજેતરમાં શૂટિંગ પૂરું કરીને લખનઉથી આવી છું.
આ પણ વાંચો : પ્રભાસનાં વખાણ કરતાં થાકતી નથી શ્રદ્ધા કપૂર
ADVERTISEMENT
આવતા અઠવાડિયે હું ફરી પાછી લખનઉ જવાની છું. આ ખૂબ જ ફની ફિલ્મ છે. લોકો પણ એને જોઈને ખૂબ એન્જૉય કરવાના છે. કાર્તિક ફની છે અને તે ફિલ્મના સેટ પર અમને ખૂબ હસાવે છે.’