ડાયરેક્ટર વિરલ શાહે ઑફિસમાં જ બનાવી દીધો ડબિંગ સ્ટુડિયો
વિરલ શાહ
ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ (Viral Shah) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તાજેતરમાં જ તેમણે સુપર હિટ ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી'થી પ્રેશ્રકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. પરંતુ આ લૉકડાઉન ડાયરેક્ટર માટે અત્યંત વ્યસ્ત રહ્યું છે. કારણકે તેઓ એનિમેડેડ સિરીઝ માટે ડબિંગ કરવાથી માંડીને, સ્ક્રિપ્ટ રાઈટિંગ અને બ્રાન્ડિંગ કેમ્પેઇન્સના કામોમાં બહુ જ વ્યસ્ત છે. ત્યારે વ્યસ્ત સમયપત્રક વચ્ચે ડૅડલાઈન્સને પહોંચી વળવા માટે વિરલ શાહે એક જબરજસ્ત આઈડિયા કર્યો છે અને મુંબઈની ઑફિસમાં જ ડબિંગ સ્ટુડિયો ઉભો કરી દીધો છે. જ્યાંથી તે એનિમેટેડ સિરીઝનું ડબિંગ કરે છે.
ઑફિસમાં બનાવેલા ડબિંગ સ્ટુડિયોનો ફોટો વિરલ શાહે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, 'જ્યારે તમારી બ્રાન્ડિંગ કેમ્પેઇન્સ અને કાર્ટુનમાં વોઈસ ઑવરની ડૅડલાઈન્સ એકસાથે હોય. ઑફિસમાં જાતે બનાવેલો ડબિંગ સ્ટુડિયો.'
ADVERTISEMENT
વિરલ શાહે ઑફિસમાં જ બનાવેલો ડબિંગ સ્ટુડિયો
તમને જણાવી દઈએ કે, વિરલ શાહ જાણીતા વૉઈસ ઓવર આર્ટિસ્ટ છે. તેઓ ગોલમાલ જુનિયર એનિમેટેડ સિરીઝ માટે પોતાનો અવાજ છેલ્લા એક વર્ષથી આપે છે.
કામની વાત કરીએ તો, વિરલ શાહે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથેની ત્રીજી ફિલ્મ 'આજના સમાચાર'ની જાહેરાત કરી છે.

