Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમારની સૂર્યવંશી તામિલની રીમેક હશે?

અક્ષયકુમારની સૂર્યવંશી તામિલની રીમેક હશે?

Published : 02 February, 2019 08:48 AM | IST |
મોહર બાસુ

અક્ષયકુમારની સૂર્યવંશી તામિલની રીમેક હશે?

અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી

અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી


રોહિત શેટ્ટી તેની ‘સૂર્યવંશી’ માટે તામિલની ફિલ્મ ‘થિરાન અધિગારમ ઓન્ડ્રુ’ના રાઇટ્સ ખરીદે એવી શક્યતા છે. ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર પોલીસની ભૂમિકામાં જોવા મળવાનો છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી ‘થિરાન અધિગારમ ઓન્ડ્રુ’ની રીમેક હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં કાર્તિ અને રકુલપ્રીત સિંહ જોવા મળ્યાં હતાં. રોહિત શેટ્ટી સાઉથની આ ફિલ્મના રાઇટ્સ ખરીદવાના પ્રયાસ કરી રહ્યો છે. રીમેકના રાઇટ્સ મળી જાય તો પણ રોહિતની ટીમ એમાંથી માત્ર પ્લૉટ લેશે અને સ્ક્રિપ્ટને નવેસરથી તૈયાર કરશે. તેણે ‘સિમ્બા’ માટે પણ આ જ રીત અપનાવી હતી. આ ફિલ્મ પણ ૨૦૧૫માં આવેલી ‘ટેમ્પર’થી પ્રેરિત હતી. ‘સૂર્યવંશી’ની સ્ટોરીનો એન્ડ તો ‘સિંઘમ’, ‘સિમ્બા’ની જેમ રોહિતના વિઝન પ્રમાણે જ બનાવવામાં આવશે.


આ પણ વાંચો : અનિલ કપૂરની બગડી તબિયત, સારવાર માટે જશે જર્મની



સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મ એક પ્રામાણિક પોલીસની આસપાસ ફરે છે, જે ઑપરેશન બાવરિયામાં સામેલ થાય છે. તામિલનાડુમાં ૧૯૯૫થી ૨૦૦૫ વચ્ચે ચોરીની જે ઘટનાઓ ઘટી હતી એના પર પોલીસે જે કાર્યવાહી કરી હતી એ વિશે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 08:48 AM IST | | મોહર બાસુ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK