Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > BOX OFFICE: 2.0ની ત્રીજા દિવસે ધમાકેદાર કમાણી, 100 કરોડથી આટલી દૂર

BOX OFFICE: 2.0ની ત્રીજા દિવસે ધમાકેદાર કમાણી, 100 કરોડથી આટલી દૂર

Published : 02 December, 2018 05:21 PM | Modified : 28 December, 2018 06:04 PM | IST |

BOX OFFICE: 2.0ની ત્રીજા દિવસે ધમાકેદાર કમાણી, 100 કરોડથી આટલી દૂર

BOX OFFICE: 2.0ની ત્રીજા દિવસે ધમાકેદાર કમાણી, 100 કરોડથી આટલી દૂર


અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0ને ત્રીજા દિવસે જોરદાર સપોર્ટ મળ્યો છે. જો કે 4 દિવસ લાંબા ઓપનિંગ વિકેન્ડમાં 100 કરોડના કલેક્શન સુધી હજુ પહોંચી શકાયું નથી.
શંકર નિર્દેશિત 2.0 શુક્રવારની જગ્યાએ ગુરૂવારે રિલીઝ થઈ હતી. દેશની આશરે 4000થી વધુ સ્ક્રિન્સ પર તેને રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને લઈને રજનીકાંત અને અક્ષય કુમાર બન્ને ઘણા ઉત્સાહિત છે. જો કે અનુમાન કરતા પહેલા દિવસનું કલેક્શન ઓછું રહ્યું હતું. ટ્રેડ જાણકારો અનુસાર અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે પહેલા દિવસે ફિલ્મ 25 કરોડનો બિઝનેસ કરશે પરંતુ કલેક્શન 20.25 કરોડ રહ્યું હતું. નોન વિકેન્ડ ડેને જોતા આ કમાણી ઓછી ન કહી શકાય. ફિલ્મની ત્રણ દિવસની કમાણી 63.25 કરોડ થઈ ચૂકી છે.


આજે બિઝનેસ વધુ થવાની સંભાવના છે. જો કે 100 કરોડ સુધી પહોચવું હજુ દૂર લાગી રહ્યું છે. પરંતુ તોપણ 100 કરોડ સુધી પહોંચવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અને જો આમ થશે તો આ વર્ષની 12મી ફિલ્મ હશે જે 100 કરોડ ક્લબમાં સામેલ થશે.



ફિલ્મ ટ્રેન્ડ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, 500 કરોડના બજેટમાં 2.0 બનેલી છે અને દુનિયામાંથી ગ્રોસ 190 કરોડનું કલેક્શન કરી ચૂકી છે, જેમાં 135 કરોડ ભારતમાંથી અને 55 કરોડ ઓવરસીઝ છે. ફિલ્મે લગભગ 370 કરોડની રિકવરી રિલીઝ પહેલા અલગ અલગ રાઈટ્સ વેચીને કરી લીધી છે.


2018માં 100 કરોડ ક્લબમાં પહોંચશે ફિલ્મ

100 કરોડની કમાણી એમતો સરળ નથી કેમકે ફિલ્મના નિર્માણ અને પ્રસાર-પ્રચારના ખર્ચથી ખ્યાલ આવે છે કે ફિલ્મે ફાયદો કર્યો છે કે નુકશાન. સામાન્ય રીતે આ વર્ષે 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મો સામાન્ય બજેટ સાથે બહાર આવી છે જ્યારે 2.0 હાઈ બજેટ મૂવી છે.


8 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાને' 3 દિવસમાં જ 105 કરોડની કમાણી કરી હતી. જેમાં 101.175 કરોડ રૂપિયા હિન્દી અને 3.25 કરોડ તમિલ અને તેલુગુ ભાષામાં કમાણી કરી હતી. જો કે આગળ આ ફિલ્મ કમાલ કરી શકી નહોતી અને તેની કુલ કમાણી 151.04 કરોડ રહી.

18 ઓક્ટોબરે રિલીઝ થયેલી 10મી ફિલ્મ 'બધાઈ હો' રહી. ફિલ્મના 17માં દિવસે 100 કરોડની કમાણી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાએ લીડ રોલ કર્યો હતો.

'સ્ત્રી' 31 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. સ્ત્રીએ 130 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મે 100 કરોડ સુધી પહોંચવામાં 16 દિવસ લીધા હતા. સ્ત્રી એક હોરર ફિલ્મ છે જેને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રાજકુમાર, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠીએ તેમના રોલથી ઓડિયન્સને ખૂબ પ્રભાવિત બનાવી હતી.
ફિલ્મ 'રાઝી' 2018ની એવી ફિલ્મ છે જેનો 100 કરોડ સુધીનો સફર રોમાંચક બન્યો છે. મેઘના ગુલઝાર દ્વારા ડિરેક્ટ ફિલ્મ આલિયા ભટ્ટ મુખ્ય કેરેક્ટર તરીકેનો રોલ નિભાવે છે. આશરે 17 દિવસમાં ફિલ્મે 100 કરોડની સફર પૂરી કરી હતી. રાઝીએ બોક્સઓફિસ પર 123.17 કરોડની કમાણી કરી હતી.

'સોનુ કે ટીટુ કી સ્વીટી' એ 100 કરોડની સફર પૂરી કરી આશ્ચર્ય સર્જ્યું હતું, લવ રંજન ડિરેક્ટેડ ફિલ્મમાં કાર્તિક આર્યનના પરફોર્મન્સે દર્શકોને ઉત્સાહિત કર્યા હતા. આ ફિલ્મમાં યંગ એક્ટર્સની લીગે તેમનુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતુ.

30 માર્ચે રિલીઝ બાગી-2, બાગી ફિલ્મની સિક્વન્સ છે દર્શકોએ ઘણી પસંદ કરી છે . લીડ રોલ ટાઈગર શ્રોફ અને દિશા પટનીએ ઓડિયન્સન મન તેમની એક્ટિંગથી જીત્યુ હતુ. બાગી-2 એ 165 કરોડની કમાણી કરી હતી અને 100 કરોડ ક્લબમાં માત્ર 6 દિવસમાં પહોંચી ગઈ હતી.

16 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'રેડ' રાજકુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે, અને આ ફિલ્મે કુલ 101.54 કરોડની કમાણી કરી છે. જો કે આ ક્લબમાં પહોંચવા ફિલ્મને 22 દિવસ લાગ્યા હતા. રેઇડ ઈન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવેલી રેઇડ પર આધારિત ફિલ્મ છે.

ભારતીય હોકી ટીમને મળેલા પ્રથમ ગોલ્ડને દર્શાવતી ફિલ્મ એટલે 'ગોલ્ડ'. આ ફિલ્મમાં અક્ષય કુમારે ફિલ્મના મેનેજર તરીકેની ભૂમિકા નિભાવી છે. ગોલ્ડે 107.37 કરોડની કુલ કમાણી કરી હતી. ટીવી એક્ટ્રેસ મૌની રોયે બોલીવૂડમાં તેના કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષની સૌથી ચર્ચાસ્પદ અને વિવાદિત ફિલ્મ એટલે 'પદ્માવત'. સંજય લીલા ભણસાલી ડિરેક્ટેડ ફિલ્મે 4 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. પદ્માવતે 300 કરોડથી વધુની કમાણી કરી હતી. જો કે આ ફિલ્મની કોસ્ટ નીકળી નથી તેવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે ફિલ્મ સંજૂએ પણ 341 કરોડની કમાણી કરી હતી જે રણબીર કપૂરના કરિયરની સૌથી માટી સફળતા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 06:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK