પૃથ્વીરાજ ચૌહાણ બનવાનો ગર્વ છે અક્ષયકુમારને
અક્ષયકુમારને ગર્વ છે કે તે ઇન્ડિયાના સૌથી નિડર અને હિમ્મતવાળા રાજાનું પાત્ર ભજવી રહ્યો છે. અક્ષયકુમારનો ગઈ કાલે બર્થ-ડે ગયો હોવાથી યશ રાજ ફિલ્મ્સ દ્વારા ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. યશ રાજ ફિલ્મ્સ દ્વારા પહેલી વાર આટલાં મોટાપાયા પર પિરિયડ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. મોહમ્મદ ઘોરીના આંતકની સામે પૃથ્વીરાજ ચૌહાણે હલ્લો બોલાવ્યો હતો અને એથી તેમને ભારતના સુરવીર અને હિમ્મતવાન રાજા તરીકે ઓળખવામાં આવે છે.
‘પૃથ્વીરાજ ચૌહાણ’નું શૂટિંગ નવેમ્બરમાં કરવામાં આવશે અને એને આવતાં વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. ટીવી એપિક ડ્રામા ‘ચાણાક્ય’ને ડિરેક્ટ કરનાર ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારા માટે આ ગર્વની વાત છે કે હું ઇન્ડિયાના નિડર અને હિમ્મતવાન રાજા પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવી રહ્યો છું.
ADVERTISEMENT
આ પણ વાંચો: અક્ષયકુમાર આ રીતે વિતાવે છે પરિવાર સાથે સમય, જુઓ કેન્ડીડ ફોટોઝ
એક ભારતીય તરીકે આપણે દરેકે આપણા હીરોઝને સેલિબ્રેટ કરવા જોઈએ. પૃથ્વીરાજના ગૌરવને અમે સ્ક્રીન પર રજૂ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. મોહમ્મદ ઘોરી ખૂબ જ હિંસક હતો અને તેની સામે એક માત્ર પૃથ્વીરાજ ચૌહાણ ઊભા રહ્યાં હતાં. મારા જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરવી એ મારા માટે ફિલ્મને વધુ સ્પેશ્યલ બનાવે છે.’