બોક્સ ઓફિસ: 5 દિવસમાં ફિલ્મ 'દે દે પ્યાર દે' 50 કરોડને પાર
અજય દેવગણ સાથે રકુલ પ્રીત સિંહ
લવ રંજન દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ દે દે પ્યાર દે 5 દિવસમાં 50 કરોડને પાર પહોચી ગઈ છે. અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને તબુની ફિલ્મ 'દે દે પ્યાર દે' આ ગુરુવારથી દર્શકોને મનોરંજન કરાવી રહી છે. રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે' નો કમાણીનો આકંડો વધતો જાય છે. ફિલ્મે અત્યાર સુધી કુલ 50.83 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની પહેલા દિવસની કમાણી એવરેજ રહી હતી. જો કે ફિલ્મ ટ્રેન્ડ્સના માનવા અનુસાર ફિલ્મની કમાણી અવરેજ કરતા સારી રહી હતી અને વિકેન્ડમાં ફિલ્મે સારી કમાણી કરી જેના કારણે ફિલ્મે 5માં દિવસના અંતે 50 કરોડનો પહેલો પડાવ પોતાના નામે કર્યો છે.
ADVERTISEMENT
કોમેડીની સાથે ઇમોશનલ ડ્રામા ફિલ્મ
અજય દેવગણ માટે 'દે દે પ્યાર દે'ની ઓપનિંગ તેમની ફિલ્મ 'રૅડ' કરતા સારી રહી હતી. અજય દેવગણની 2019માં આવેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે શુક્રવારે 16 કરોડની કમાણી કરી હતી. અજય દેવગણ સ્ટારર 'દે દે પ્યાર દે' એ ગુરુવાર અને શુક્રવારે કુલ મળીને 10.41 કરોડની કમાણી કરી હતી જ્યારે શનિવારે 13.39 કરોડ રુપિયા અને રવિવારે 14.74 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મે વિકેન્ડ સુઘીમાં 38 કરોડની કમાણી પોતાના નામે કરી હતી.ફિલ્મ માટે સોમવાર અને મંગળવાર પણ ફિલ્મ માટે સારો રહ્યો હતો જેના કારણે ફિલ્મે કુલ 50.83 કરોડની કમાણી કરી હતી.
આ પણ વાંચો: મલ્હાર ઠાકર ઈઝ બેક, 6 મહિના બાદ શરુ કર્યું શૂટિંગ
'દે દે પ્યાર દે' ફિલ્મ એક અડધી ઉંમરના વ્યક્તિ અને તેની પુત્રીની ઉંમરની સાથેની પ્રેમની સ્ટોરી છે. ફિલ્મમાં જિમી શેરગિલ, જાવેદ જાફરી, આલોકનાથ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં કોમેડીની સાથે સાથે ઈમોશનલ ડ્રામા પણ જોવા મળે છે. દે દે પ્યાર દે'ને લવ રંજને પ્રોડ્યૂસ કરી છે. લવ રંજને આ પહેલા પ્યાર કા પંચનામા, સોનૂ કે ટીટૂ કી સ્વીટી પણ પ્રોડ્યૂસ કરી હતી, આ બંને ફિલ્મ હિટ સાબિત થઈ હતી. 45 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ દુનિયા ભરના 3750 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી જેમાંથી 650 ઓવરસિઝ સ્ક્રીન્સ પણ સામેલ છે.