ઐશ્વર્યા માટે ગર્વની વાત છે કે તે ફ્રાન્સના પ્રેસિડન્ટ સાથે લંચ કરશે
ફ્રાન્સના પ્રેસિડન્ટ હાલમાં ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે અને તેઓ આજે રાજપથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં હાજરી આપશે. પરેડ બાદ તેમના સન્માન માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ઐશ્વર્યાને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઐશ્વર્યા હાલમાં ‘સરબજિત’નું શૂટિંગ કરી રહી છે અને તે તેના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી તેમની સાથે લંચ કરશે.