ત્રણ વર્ષ પછી પડદા પર કમબૅક કરશે શ્વેતા તિવારી, વીડિયો વાયરલ
શ્વેતા તિવારી
ત્રણ વર્ષ પછી અભિનેત્રી શ્વેતા તિવારી નાના પડદા પર કમબૅક કરવાની છે. તે સોની ટીવી પર આવતાં ટેલિવીઝન શૉ મેરે ડેડ કી દુલ્હનમાં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જોવા મળશે. આ શૉના બિહાઇન્ડ ધ સીન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોની ચેનલના ઇન્સ્ટા એકાઉન્ચ પર પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. શૉમાં શ્વેતાના પાત્રનું નામ ગુનીત છે.
શ્વેતાએ જણાવ્યું પોતાના પાત્ર વિશે
ADVERTISEMENT
પ્રોમોમાં શ્વેતા તિવારીએ જણાવ્યું કે અમારા શૉનો કૉન્સેપ્ટ એવો છે જે તમને દરેક ધરમાં જોવા નથી મળતો, પણ આ મુશ્કેલી દરેક ઘરમાં હોય છે. તમે ખૂબ જ સારી રીતે રિલેટ પણ કરી શકશો. વરુણ બડોલા અને શ્વેતા પહેલી વાક શૉમાં સાથે દેખાશે. વરુણ પોતાના પાત્ર વિશે વાત કરે છે કે, ઘણાં વર્ષોથી એવું વિચારતાં હતા કે હિંદુસ્તાની ટીવી ચેનલમાં આવું થશે. 18-19 વર્ષના છોકરા છોકરીનો પ્રેમ જ પ્રેમ નથી હોતો. રિલેશનશિપની જરૂરિયાત જીવનમાં હંમેશા હોય છે.
આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો
પતિ પર મૂક્યો હતો આરોપ
તાજેતરમાં જ શ્વેતાએ પોતાના પતિ અભિનવ કોહલી પર આરોપ મૂક્યો હતો કે તેણે તેની દીકરી પલકનું ઉત્પીડન કર્યું. શ્વેતાની દીકરી પલકે પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, આ મામવે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે અભિનવે આ બધાં આરોપો નકારી દીધા. છેલ્લે શ્વેતા શૉ બેગૂસરાયમાં જોવા મળી હતી. તો શ્વેતા તિવારીને ટીવી શૉ કસોટી ઝીંદગી કી દ્વારા પૉપ્યુલારિટી પ્રાપ્ત થઈ હતી.