સોંદર્યાના લગ્નમાં મન મૂકીને નાચ્યા રજનીકાંત, જુઓ વીડિયો
પૌત્ર-પૌત્રી સાથે મસ્તી કરતા રજનીકાંથ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સોંદર્યાના આવતીકાલે લગ્ન છે. સાઉથના જ એક્ટર વિશગન વંગામુડી સાથે સોંદર્યા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્ન પહેલા બંને પરિવારે શનિવાર સાંજે પ્રિ વેડિંગ બૅશનું આયોજન કર્યું હતું. આ જ ઉજવણીમાં થલૈયવા રજનીકાંતે જોરદાર ડાન્સ કર્યો.
ફક્ત રજનીકાંત જ નહીં આખા પરિવારે તેમના ફેમસ સોંગ પર ડાન્સ કર્યો. આ પાર્ટીનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં રજનીકાંત પોતાના સોંગ 'Oruvan Oruvan Mudhalali' પર ડાન્સ કરતા દેકાઈ રહ્યા છે. આ ગીત રજનીકાંતની બ્લોક બસ્ટર ફિલ્મ Muthuનું છે. ફિલ્મ 1995માં રિલીઝ થઈ હતી. રજનીકાંતનો ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વઆઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એક ફોટો પણ વાઈરલ થયો છે, જેમાં રજનીકાંથ પોતાના પૌત્ર-પૌત્રી સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. ફોટોમાં તેઓ મોટી પુત્રી ઐશ્વર્યા અને ધનુષના પુત્ર યાત્રા-લિંગા સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. જુઓ વીડિયો
ADVERTISEMENT
தனது மகள் திருமண கொண்டாட்டத்தில் டான்ஸ் ஆடிய @rajinikanth #Rajinikanth pic.twitter.com/XG3kvzhtgN
— meenakshisundaram (@meenadmr) February 10, 2019
ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ સૌંદર્યાના લગ્ન યોજાશે. સોમવારે 12 તારીખે રિસેપ્શનનું આયોજન કરાયું છે. રિસેપ્શન રજનીકાંતના ઘરે જ યોજાવાનું છે.
આ પણ વાંચોઃ BOX OFFICE: 2.0ની ત્રીજા દિવસે ધમાકેદાર કમાણી, 100 કરોડથી આટલી દૂર
ઉલ્લેખનીય છે કે સૌંદર્યાના આ બીજા લગ્ન છે. આ પહેલા અશ્વનિ રાજકુમાર રાજકુમાર સાથે લગ્ન થયા હતા, પરંતુ તેમના લગ્ન લાંબા નહોતા ટક્યા. બંનેએ 2018માં છૂટાછેડા લીધા હતા. પહેલા લગ્નથી સૌંદર્યાને એક પુત્ર પણ છે.