ગૌરવ ચોપરાને આમ તો ટેલિવિઝનના બચ્ચન તરીકે ઓળખવામા આવે છે. હાલમાં તેમણે નેટફ્લિક્સના શો `રામા નાઇડુ`માં `પ્રિન્સ`નો રોલ કર્યો છે જેને લોકોએ બહુ વખાણ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના વિશેષ ઇન્ટરવ્યુમાં તેમણે એક એક્ટર તરીકે તેઓ કઇ રીતે સંતુલન જાળવે છે તે વિશે વાત કરી. તેમણે એ પણ કહ્યું કે તેઓ સફળતાને તાબે નથી થતા જેથી તેઓ સતત બહેતર કામ કરી શકે. આ વાતચીતમાં તેમની સરળ રહેવાની ચાહ બહુ સરસ રીતે વ્યક્ત થાય છે. વધુ જાણવા માટે જુઓ આ મુલાકાત