ફૉલન માટે રાજસ્થાનમાં ડેરો નાખ્યો વિજય વર્માએ
વિજય વર્મા
વિજય વર્મા હાલમાં રાજસ્થાનમાં છે. તે ત્યાં રીમા કાગતીના વેબ-શો ‘ફૉલન’ માટે ત્યાં ગયો છે. આ તેનું લૉન્ગ શેડ્યુલ છે. આ શોમાં તેની સાથે સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. સોનાક્ષી સાથે કામ કરીને વિજય વર્મા ફરી દર્શકોને તેના પાત્ર દ્વારા એક અનોખી સરપ્રાઇઝ આપશે. તેની સાથે સોહમ શાહ પણ આ શોમાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય વિજય વર્મા આલિયા ભટ્ટ સાથે ‘ડાર્લિંગ્સ’માં, આનંદ ગાંધીની ‘ઓકે કમ્પ્યુટર’માં અને નુશરત ભરૂચા અને સની કૌશલ સાથે ‘હુરદંગ’માં જોવા મળશે. તે હાલમાં ચાર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. લૉકડાઉન દરમ્યાન પણ વિજય વર્માએ ઘણાબધા પ્રોજેક્ટ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

